Breaking News: વૈભવ સૂર્યવંશીએ પોતાના 15 મા જન્મદિવસ પર બર્થડે કેક ન કાપી, જાણો કેમ

રાજસ્થાન રોયલ્સના યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે શાનદાર Iનિંગ રમીને સૌનું ધ્યાન ખેંચ્યું. જીત બાદ તેણે પોતાના જન્મદિવસ સાથે જોડાયેલી એક મજેદાર વાત શેર કરી, જેમાં તેણે કેમ કેક ન કાપવા અંગે ખુલાસો કર્યો.

| Updated on: Mar 31, 2026 | 4:32 PM
1 / 5
વૈભવ સૂર્યવંશી IPL 2026માં યુવા સ્ટાર તરીકે ઊભરી રહ્યો છે. CSK સામેની મેચમાં તેની આક્રમક બેટિંગે મેચનો રંગ બદલી નાખ્યો. માત્ર 17 બોલમાં 52 રનની ઇનિંગ સાથે તેણે પોતાની ટીમને સહેલાઈથી જીત અપાવી.

2 / 5
મેચ બાદની પ્રેઝન્ટેશન દરમિયાન વૈભવને તેના જન્મદિવસ વિશે પૂછવામાં આવ્યું. વૈભવે જણાવ્યું કે તેણે આ વખતે કોઈ ખાસ ઉજવણી કરી નહોતી અને કેક પણ કાપી નહીં. વૈભવે મજાકીય અંદાજમાં કહ્યું કે કેક કટ કર્યા બાદ મિત્રો ચહેરા પર કેક લગાવી દે છે, તેથી તેણે કેક કાપવાનું ન ટાળી દીધું. તે વહેલો સૂઈ ગયો અને પોતાના દિવસને શાંતિથી પસાર કર્યો.

3 / 5
જન્મદિવસની ઉજવણી ભલે ન થઈ હોય, પરંતુ ત્રણ દિવસ પછી તેણે મેદાનમાં પોતાની બેટિંગથી ધમાકેદાર ઉજવણી કરી. ચેન્નાઈ સુપર કિંગ્સ સામે તેણે ફક્ત 15 બોલમાં અડધી સદી ફટકારીને ટીમને 8 વિકેટથી જીત અપાવી.

4 / 5
આ મેચમાં પહેલા બોલિંગ કરતાં રાજસ્થાન રોયલ્સે CSKને 127 રનમાં સમેટી દીધું. ત્યારબાદ લક્ષ્યનો પીછો કરતા વૈભવની આક્રમક શરૂઆતે મેચ એકતરફી બનાવી દીધી.

5 / 5
પોતાની બેટિંગ પ્લાનિંગ અંગે વૈભવે કહ્યું કે પાવરપ્લેમાં આક્રમક રહેવું તેની રણનીતિનો મુખ્ય ભાગ હતો. શરૂઆતમાં પિચ થોડી મુશ્કેલ લાગી, પરંતુ બોલ જૂનો થતા બેટિંગ સરળ બની ગઈ. તેણે ટીમ મેનેજમેન્ટનો આભાર માન્યો કે તેને નેચરલ ગેમ રમવાની છૂટ મળી. (PC:PTI/X)

Follow Us