
IPL 2026ની શરૂઆત 28 માર્ચથી થવાની છે અને લીગ સ્ટેજ 24 મે સુધી ચાલશે. સિઝનની પહેલી જ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટક્કર લેશે. આ મુકાબલો બેંગલુરુમાં રમાશે, જે RCB માટે સિઝનની મજબૂત શરૂઆત બનવાની અપેક્ષા છે. કોહલી આ મેચમાં ધમાલ મચાવવા તૈયાર છે.

RCBની ટીમ આ વખતે ફરી રજત પાટીદારના નેતૃત્વ હેઠળ મેદાનમાં ઉતરશે. ટીમમાં વિરાટ કોહલી, ટિમ ડેવિડ અને જોશ હેઝલવુડ જેવા અનુભવી ખેલાડીઓ હોવાથી બેલેન્સ મજબૂત દેખાય છે. સતત બીજા વર્ષે ટ્રોફી જીતવાનો લક્ષ્ય રાખીને ટીમ તૈયાર છે.

એપ્રિલ મહિનો RCB માટે વ્યસ્ત રહેશે. 5 એપ્રિલે ચેન્નાઈ સામે ઘરઆંગણે મેચ છે, જ્યારે 10 એપ્રિલે રાજસ્થાન સામે ગુવાહાટીમાં મેચ યોજાશે. ત્યારબાદ 12 એપ્રિલે MI સામે મુંબઈમાં અને 15 તથા 18 એપ્રિલે બેંગલુરુમાં અનુક્રમે લખનૌ અને દિલ્હી સામે મુકાબલો થશે.

એપ્રિલના અંતમાં ટીમ ગુજરાત અને દિલ્હી સામે મહત્વપૂર્ણ મેચ રમશે. 24 એપ્રિલે બેંગલુરુમાં ગુજરાત સામે અને 27 એપ્રિલે દિલ્હીમાં દિલ્હી સામે મેચ છે. 30 એપ્રિલે અમદાવાદમાં ગુજરાત સામેની મેચ RCB માટે ટક્કરનો મુકાબલો બની શકે છે.

મે મહિનામાં પણ RCBનો શેડ્યૂલ કઠિન છે. 7 મે લખનૌમાં, 10 અને 13 મે રાયપુરમાં મુંબઈ અને કોલકાતા સામે મેચ રમાશે. 17 મે ધર્મશાલામાં પંજાબ સામે મુકાબલો થશે, જે પ્લેઓફ માટે મહત્વપૂર્ણ બની શકે છે.

લીગ સ્ટેજની છેલ્લી મેચ 22 મેના રોજ હૈદરાબાદ સામે રમાશે. આ મેચ RCB માટે ટોચના સ્થાને પહોંચવા માટે નિર્ણાયક બની શકે છે. ટીમના બે હોમ ગ્રાઉન્ડ – બેંગલુરુ અને રાયપુર – આ સિઝનમાં મહત્વની ભૂમિકા ભજવશે.

RCB પાસે મજબૂત સ્ક્વોડ છે અને વિરાટ કોહલી જેવા ખેલાડીના પ્રદર્શન પર ચાહકોની ખાસ નજર રહેશે. જો ટીમ ફરી ટ્રોફી જીતે છે, તો તે સતત બે IPL ટાઇટલ જીતનાર ગણતરીની ટીમોમાં સ્થાન બનાવશે. (PC:PTI/X)