
IPLની 19મી સિઝનની શરૂઆત 28 માર્ચે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચથી થશે. આ મુકાબલો બેંગ્લોરના હોમ ગ્રાઉન્ડ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાશે, જ્યાં RCB પોતાના ચેમ્પિયન સ્ટેટસ સાથે મેદાનમાં ઉતરશે.

ગયા સિઝનમાં રજત પાટીદારની કેપ્ટનશીપ હેઠળ RCBએ પ્રથમ વખત IPL ટ્રોફી જીતીને ઇતિહાસ રચ્યો હતો. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું આ ટીમ ફરી ચેમ્પિયન બની શકાશે? કારણ કે ટાઇટલ જીતવું જેટલું મુશ્કેલ છે, તેટલું જ તેને બચાવવું વધુ કઠિન છે.

IPLની નવી સિઝનની શરૂઆતમાં જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે કઠિન પરીક્ષા છે. સનરાઇઝર્સ હૈદરાબાદ સામેનો પહેલો મુકાબલો જ ટીમની વાસ્તવિક સ્થિતિ બતાવી દેશે. ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરવું ગૌરવની બાબત છે, પરંતુ તે સાથે ભારે દબાણ પણ લાવે છે.

ગયા સિઝનમાં શાનદાર પ્રદર્શન કરીને RCBએ પ્રથમ વખત ટ્રોફી જીતી હતી, પરંતુ હવે પરિસ્થિતિ સંપૂર્ણપણે અલગ છે. અન્ય ટીમો હવે તેમને હરાવવા માટે વધુ તૈયારી સાથે આવશે. દરેક ટીમ માટે RCBને હરાવવું પ્રાથમિકતા બની જશે.

રજત પાટીદારની કેપ્ટનશીપ ફરી એક વખત પરીક્ષા હેઠળ રહેશે. એક વખત સફળતા મળ્યા પછી સતત પ્રદર્શન જાળવવું સરળ નથી. કેપ્ટન તરીકે તેને નવી વ્યૂહરચનાઓ અપનાવવી પડશે, નહીં તો ટીમ ઝડપથી પાછળ થઇ જશે અને પહેલા જ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે.

વિરાટ કોહલી પર ફરીથી મોટી જવાબદારી રહેશે, પરંતુ માત્ર એક ખેલાડી પર આધાર રાખવો જોખમી બની શકે છે. જો કોહલી ફોર્મમાં નહીં હોય, તો ટીમનું બેટિંગ લાઇનઅપ નબળું પડી શકે છે. આ પરિસ્થિતિમાં હારની શક્યતાઓ વધી શકે છે.

IPLના ઈતિહાસ પર નજર કરીએ તો મોટા ભાગની ચેમ્પિયન ટીમો આગામી સિઝનમાં નિષ્ફળ રહી છે. માત્ર બે જ ટીમો (CSK અને MI) સતત બે વખત ટ્રોફી જીતી શકી છે, જે બતાવે છે કે ટાઈટલ બચાવવું કેટલું મુશ્કેલ છે.

આંકડા અને ઇતિહાસ બંને RCBના વિરોધમાં જાય છે. જો ટીમ શરૂઆતથી જ મજબૂત પ્રદર્શન નહીં કરે, તો તેઓ ટૂર્નામેન્ટમાં પાછળ પડી શકે છે. ફેન્સની અપેક્ષાઓ અને દબાણ વચ્ચે RCB માટે આ સિઝન સંઘર્ષપૂર્ણ બની શકે છે. (PC:PTI/X/IPL)