Breaking News: ડેબ્યૂ મેચમાં અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડને એક જ ઓવરમાં આઉટ કરનાર RCBનો આ બોલર કોણ છે?

IPL 2026માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ મજબૂત શરૂઆત કરી. ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ડેબ્યૂ કરતા ફાસ્ટ બોલર જેકબ ડફીએ પાવરપ્લેમાં ઘાતક બોલિંગ કરી ત્રણ વિકેટો લીધા. ખાસ કરીને તેણે એક જ ઓવરમાં અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડને આઉટ કરી SRHને મોટો ઝટકો આપ્યો હતો.

| Updated on: Mar 28, 2026 | 8:55 PM
1 / 5
જેકબ ડફીનું IPL ડેબ્યૂ ખૂબ જ શાનદાર રહ્યું. તેણે પોતાની બીજી ઓવરમાં સનરાઇઝર્સના ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડને આઉટ ક્યા. અભિષેક શર્મા 8 બોલમાં માત્ર 7 રન બનાવ ઈ આઉટ થયો, જે ડફીની ઘાતક બોલિંગ ક્ષમતા દર્શાવે છે.

2 / 5
તે જ ઓવરમાં ટ્રેવિસ હેડે બાઉન્ડ્રી ફટકારવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ સીધો ફિલ સોલ્ટના હાથમાં ગયો અને ડફીએ હેડને પોવેલિયન મોકલી દીધો. આ ઘટના દર્શાવે છે કે  કેટલી ઝડપ અને કન્ટ્રોલ સાથે બોલ ફેંકી રહ્યો હતો.

3 / 5
જેકબ ડફીએ પાવરપ્લેમાં સતત ત્રણ વિકેટો લઈ સનરાઇઝર્સને મુશ્કેલ સ્થિતિમાં મૂકી દીધું. નીતિશ કુમાર રેડ્ડી પણ ડફીનો શિકાર બની ગયો, જેના કારણે SRH પર પ્રેશર વધી ગયું. મેચમાં ડફીની ફાસ્ટ બોલિંગ સ્ટાઈલ ખૂબ ઘાતક રહી.

4 / 5
ટીમ માટે આ પ્રકારનું પ્રારંભિક પ્રદર્શન મહત્વપૂર્ણ રહ્યું. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ડેબ્યૂમાં જ પોતાના સ્પિન અને પેસ બોલિંગ વચ્ચે સંતુલન જાળવીને સનરાઇઝર્સ પર દબાણ બનાવ્યું. તેના બોલ પર બેટ્સમેનોએ કંટ્રોલ ગુમાવી દીધો અને વિકેટો ગુમાવતા ગયા.

5 / 5
ડફીનું આ પ્રદર્શન IPL 2026 માટે મોટી આશાઓ જગાવે છે. જો તે આવું જ ફોર્મ જાળવી શકે, તો તે RCBની પાવરપ્લે રણનીતિમાં મહત્ત્વપૂર્ણ ફાસ્ટ બોલર બની શકે છે. (PC: X/RCB)

Follow Us