Breaking News: પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરની ઈજા અંગે મોટી અપડેટ, ચેન્નાઈ સુપર કિંગ્સ સામે નહીં રમે?

IPL 2026 દરમિયાન પંજાબ કિંગ્સ માટે ચિંતાજનક ક્ષણ ત્યારે આવી જ્યારે ટીમનો કેપ્ટન શ્રેયસ અય્યર ઈજાગ્રસ્ત થયો. ગુજરાત ટાઈટન્સ સામેની મેચ દરમિયાન તેના હાથમાં થયેલી ઈજાએ ચાહકોમાં ચિંતા ફેલાવી હતી. હવે તેની તાજેતરની મેડિકલ રિપોર્ટ સામે આવતા તે ચેન્નઈ સુપર કિંગ્સ સામે રમશે કે નહીં તે અંગે સ્પષ્ટતા મળી ગઈ છે.

| Updated on: Apr 02, 2026 | 5:39 PM
1 / 5
IPL 2026માં પંજાબ કિંગ્સે પોતાની શરૂઆત જીત સાથે કરી છે, પરંતુ ટીમ માટે સૌથી મોટી ચિંતા કેપ્ટન શ્રેયસ અય્યરની ઈજા બની છે. ગુજરાત ટાઈટન્સ સામેની મેચ દરમિયાન થયેલી આ ઈજાએ ટીમ મેનેજમેન્ટ અને ચાહકો બંનેને વિચારમાં મૂકી દીધા હતા. ખાસ કરીને ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની આગામી મેચને ધ્યાનમાં લેતા આ મુદ્દો મહત્વનો બન્યો છે.

2 / 5
શ્રેયસ અય્યર ઈનિંગ દરમિયાન નોન-સ્ટ્રાઈક પર ઉભો હતો ત્યારે આ ઘટના બની. સ્પિનર રાશિદ ખાનની બોલિંગ પર કૂપર કોનોલીએ જોરદાર શોટ ફટકાર્યો અને બોલ સીધો અય્યરના હાથ પર વાગ્યો. કેપ્ટનને ઈજા થતા જ મેડિકલ ટીમ તુરંત મેદાનમાં આવી ગઈ હતી.

3 / 5
પ્રાથમિક સારવાર બાદ અય્યરે ફરી બેટિંગ ચાલુ રાખવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે લાંબા સમય સુધી ક્રીઝ પર ટકી શક્યો નહીં. તેણે 11 બોલમાં 18 રન બનાવ્યા બાદ પોતાની વિકેટ ગુમાવી. મેચ દરમિયાન તે પરેશાન દેખાઈ રહ્યો હતો, જેના કારણે ઈજાની ગંભીરતા અંગે અનેક અટકળો શરૂ થઈ ગઈ હતી.

4 / 5
મેચ બાદ થયેલા સ્કેનમાં કોઈ મોટી ઈજા ન હોવાનું સામે આવ્યું છે, જે પંજાબ કિંગ્સ માટે રાહતના સમાચાર છે. રિપોર્ટ મુજબ, ઈજા ગંભીર નથી અને થોડા આરામ બાદ તે ફિટ થઈ જશે.

5 / 5
શ્રેયસ અય્યરે પોતે પણ ઈજા અંગે સકારાત્મક અભિગમ દર્શાવ્યો હતો. તેણે જણાવ્યું કે તે પોતાની ફિટનેસ પર ધ્યાન આપી રહ્યો છે અને ઝડપથી સાજો થવાની આશા રાખે છે. હવે જોવાનું એ રહેશે કે તે ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મહત્વપૂર્ણ મેચ માટે સંપૂર્ણ રીતે ફિટ થઈ શકે છે કે નહીં, પરંતુ હાલની સ્થિતિ મુજબ તેની રમવાની શક્યતા નકારી શકાય તેવી નથી. (PC:PTI/X)

Follow Us