
IPL 2026 ની લીગ સ્ટેજ મેચો પૂર્ણ થયા બાદ પાવરપ્લેમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ટીમોની યાદી સામે આવી છે. આ સિઝનમાં આક્રમણ બેટિંગ જોવા મળી છે, જેમાં રાજસ્થાન રોયલ્સ ટોચ પર રહી છે. ખાસ વાત એ છે કે યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીનો દબદબો એટલો છે કે તે એકલા ત્રણ ટીમોની સિક્સર કરતા આગળ છે.

IPL 2026 ની 70 મેચોની લીગ સ્ટેજ બાદ પાવરપ્લેમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ટીમોમાં રાજસ્થાન રોયલ્સ ટોચ પર રહી છે. ટીમે પાવરપ્લે દરમિયાન કુલ 65 છગ્ગા ફટકાર્યા છે. ત્યારબાદ સનરાઇઝર્સ હૈદરાબાદ 55 છગ્ગા સાથે બીજા ક્રમે છે. આ આંકડા દર્શાવે છે કે આ સિઝનમાં શરૂઆતથી જ ટીમોએ આક્રમક રમત પર ભાર મૂક્યો હતો.

લખનૌ સુપર જાયન્ટ્સે 50 છગ્ગા સાથે ત્રીજું સ્થાન મેળવ્યું છે, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ 49 અને પંજાબ કિંગ્સ 48 છગ્ગા સાથે ચોથા અને પાંચમા ક્રમે છે. ચેન્નાઈ સુપર કિંગ્સે 38 છગ્ગા ફટકાર્યા છે. આ આંકડા પાવરપ્લેમાં બદલાતા ક્રિકેટના ટ્રેન્ડને સ્પષ્ટ કરે છે, જ્યાં શરૂઆતથી જ હાઈ-સ્કોરિંગ રમત જોવા મળી રહી છે.

કોલકાતા નાઈટ રાઈડર્સે 35 છગ્ગા અને ગુજરાત ટાઈટન્સે 31 છગ્ગા ફટકાર્યા છે. દિલ્હી કેપિટલ્સ 28 છગ્ગા સાથે યાદીમાં સૌથી નીચે છે. આ વચ્ચે સૌથી ચોંકાવનારી વાત એ છે કે યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ એકલાએ 37 છગ્ગા ફટકાર્યા છે અને તે એકલો અનેક ટીમોથી આગળ છે.

વૈભવ સૂર્યવંશીએ માત્ર 14 મેચોમાં 53 છગ્ગા ફટકાર્યા છે અને તે સિઝનના સૌથી વિસ્ફોટક બેટ્સમેનમાંનો એક છે. તેની સ્ટ્રાઈક રેટ 232 થી વધુ રહી છે અને તેણે 583 રન બનાવ્યા છે. આ પ્રદર્શનને કારણે રાજસ્થાન રોયલ્સને પાવરપ્લેમાં સૌથી વધુ ફાયદો થયો છે.

રાજસ્થાન રોયલ્સે પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું છે અને હવે એલિમિનેટરમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. અગાઉની બંને મેચોમાં હૈદરાબાદે રાજસ્થાનને હરાવ્યું હતું, જેના કારણે આ મુકાબલો વધુ રોમાંચક બનશે. ટીમનું પ્રદર્શન અને વૈભવ સૂર્યવંશીનું ફોર્મ મેચનું પરિણામ નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. (PC:PTI/X)