Breaking News: હાર્દિક પંડ્યા બહાર ! રોહિત-સૂર્યકુમાર નહીં, આ ખેલાડી બનશે મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન?

મુંબઈ ઈન્ડિયન્સ માટે છેલ્લી કેટલીક સિઝન નિરાશાજનક રહી છે અને હવે ટીમની કેપ્ટનશીપને લઈને પણ ચર્ચાઓ તેજ બની છે. હાર્દિક પંડ્યાના નેતૃત્વ હેઠળ ટીમ અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શકી નથી, જેના કારણે તેમના ભવિષ્ય પર સવાલો ઊભા થયા છે. ભૂતપૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે પણ હાર્દિકને બદલે જસપ્રીત બુમરાહને કેપ્ટન બનાવવાની માંગ ઉઠાવી છે.

| Updated on: May 12, 2026 | 7:51 PM
1 / 6
મુંબઈ ઈન્ડિયન્સમાં આગામી સિઝન પહેલા મોટા ફેરફારો જોવા મળી શકે છે. ટીમ મેનેજમેન્ટ હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપને લઈને ગંભીર વિચારણા કરી રહ્યું હોવાનું માનવામાં આવે છે. સતત ખરાબ પ્રદર્શનના કારણે ચાહકો અને ક્રિકેટ નિષ્ણાતો બંને નિરાશ દેખાઈ રહ્યા છે.

2 / 6
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હવે મુંબઈએ હાર્દિક પંડ્યાથી આગળ વિચારવાની જરૂર છે. તેમના મતે હાર્દિકને ટીમમાં પાછા લાવવાનો નિર્ણય અત્યાર સુધી સફળ સાબિત થયો નથી અને ટીમને નવી દિશાની જરૂર છે.

3 / 6
માંજરેકરે જસપ્રીત બુમરાહની પ્રશંસા કરતા જણાવ્યું કે તે રમતને ખૂબ ઊંડાણથી સમજે છે. બુમરાહ માત્ર બોલર તરીકે જ નહીં પરંતુ મેદાન પરની પરિસ્થિતિને વાંચવામાં પણ નિષ્ણાત છે. તે બેટ્સમેનની માનસિકતા સમજીને બોલિંગ કરે છે, જે એક સારા કેપ્ટનની સૌથી મોટી ખાસિયત ગણાય છે.

4 / 6
માંજરેકરે વધુમાં કહ્યું કે જો બુમરાહને ભારતીય ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ ન મળે તો પણ તે IPLમાં મુંબઈ ઈન્ડિયન્સનું નેતૃત્વ કરવા સંપૂર્ણ રીતે લાયક છે. તેમના અનુસાર IPLનું દબાણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જેટલું ભારે નથી અને બુમરાહ આ જવાબદારી સફળતાપૂર્વક નિભાવી શકે છે.

5 / 6
હાર્દિક પંડ્યાના આંકડાઓ પણ તેમના વિરોધમાં જઈ રહ્યા છે. તેની કેપ્ટનશીપ હેઠળ મુંબઈ ઈન્ડિયન્સે 37માંથી માત્ર 15 મેચોમાં જીત મેળવી છે, જે ટીમના ઈતિહાસમાં સૌથી નબળા રેકોર્ડમાંનો એક ગણાય છે.

6 / 6
હવે જોવાનું રહેશે કે આગામી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ હાર્દિક પર વિશ્વાસ જાળવે છે કે પછી બુમરાહના રૂપમાં નવા કેપ્ટન પર દાવ લગાવે છે. (PC:PTI/X)

Follow Us