Breaking News: લખનૌ-દિલ્હી વચ્ચેની મેચમાં થશે રનનો ઢગલો? જાણો કેવી છે એકાના સ્ટેડિયમની પિચ

IPL 2026ની પાંચમી મેચમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ટક્કર થશે. લખનૌના એકાના સ્ટેડિયમમાં રમાનારી આ મેચ બંને ટીમોની પહેલી મેચ છે. સિષભ પંત અને અક્ષર પટેલ ફરી એકવાર પોતાની ટીમની કમાન સંભાળશે અને જીત સાથે સિઝનની શરૂઆત કરવાનો પ્રયત્ન કરશે.

| Updated on: Apr 01, 2026 | 6:02 PM
1 / 6
IPL 2026માં આજની મેચ બંને ટીમો માટે ખૂબ મહત્વની છે. રિષભ પંત લખનૌનું નેતૃત્વ કરશે, જ્યારે અક્ષર પટેલ દિલ્હી ટીમના કેપ્ટન તરીકે જોવા મળશે. બંને કેપ્ટન અગાઉ ગત સિઝનમાં પણ ટીમનું નેતૃત્વ કરી ચૂક્યા છે.

2 / 6
બેટિંગમાં લખનૌની ટીમમાં રિષભ પંત, મિશેલ માર્શ, એડન માર્કરામ અને નિકોલસ પૂરન મહત્વના ખેલાડીઓ છે. દિલ્હી તરફથી કેએલ રાહુલ, ડેવિડ મિલર અને ટ્રિસ્ટન સ્ટબ્સ સારો દેખાવ કરી શકે છે.

3 / 6
બોલિંગ વિભાગમાં લખનૌ માટે મોહમ્મદ શમી અને એનરિચ નોર્ટજે મહત્વપૂર્ણ રહેશે. જ્યારે દિલ્હીની બોલિંગ કુલદીપ યાદવ અને લુંગી એનગીડી પર નિર્ભર રહેશે.

4 / 6
એકાના સ્ટેડિયમની પિચ પહેલા ધીમી હતી, પરંતુ હવે તેમાં ફેરફાર થયો છે. નવી પિચ પર બેટિંગ થોડી સરળ બની છે. શરૂઆતમાં બેટ્સમેનને મદદ મળે છે, પરંતુ પછી રન બનાવવું મુશ્કેલ બની શકે છે.

5 / 6
ઝાકળ પણ મેચમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તેથી ટોસ જીતનાર ટીમ પહેલા બોલિંગ કરવાનું પસંદ કરી શકે છે, જેથી પછી બેટિંગ કરવી સરળ બને.

6 / 6
મેચની આગાહી મુજબ લખનૌ ટીમ થોડી મજબૂત લાગી રહી છે. તેમ છતાં, બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે. ક્રિકેટમાં કંઈપણ થઈ શકે છે, તેથી ચાહકો રોમાંચક મેચની અપેક્ષા રાખશે. (PC:PTI/X)

Published On - 5:57 pm, Wed, 1 April 26

Follow Us