Breaking News: જસપ્રીત બુમરાહને કેપ્ટન બનાવતા જ મુંબઈ ઈન્ડિયન્સે બનાવ્યો અનોખો રેકોર્ડ, IPLમાં આવું કરનાર પ્રથમ ટીમ બની

હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવની ગેરહાજરીમાં જસપ્રીત બુમરાહને મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. બુમરાહના કેપ્ટન તરીકે મેદાનમાં ઉતરતા જ મુંબઈ ઈન્ડિયન્સે એક ખાસ રેકોર્ડ બનાવ્યો હતો.

| Updated on: May 14, 2026 | 8:51 PM
1 / 5
મુંબઈ ઈન્ડિયન્સે પંજાબ કિંગ્સ સામેની IPL મેચ માટે જસપ્રીત બુમરાહને કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો. બુમરાહ આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સનો ત્રીજો કેપ્ટન છે. આ ટીમ માટે એક અનોખો રેકોર્ડ છે.

2 / 5
IPLના ઈતિહાસમાં મુંબઈ ઈન્ડિયન્સ એકમાત્ર એવી ટીમ છે જેના બે IPL સિઝનમાં ત્રણ કેપ્ટન રહ્યા છે. પહેલીવાર IPL 2008 માં ત્રણ ખેલાડીઓએ કેપ્ટનશીપ કરી હતી. તે સિઝનમાં મુંબઈની કેપ્ટનશીપ હરભજન સિંહ, શોન પોલોક અને સચિન તેંડુલકરએ કરી હતી.

3 / 5
2013માં પુણે વોરિયર્સના કેપ્ટનમાં ત્રણ વાર બદલાયા હતા. એન્જેલો મેથ્યુસ, રોસ ટેલર અને એરોન ફિન્ચ ટીમના કેપ્ટન બન્યા હતા.

4 / 5
2021માં સનરાઈઝર્સ હૈદરાબાદ પાસે એક સિઝનમાં ત્રણ કેપ્ટન હતા. ડેવિડ વોર્નર પછી, કેન વિલિયમસન તે સિઝનમાં કેપ્ટન બન્યો, અને પછી મનીષ પાંડેએ પણ ટીમનું નેતૃત્વ કર્યું.

5 / 5
2024માં પંજાબ કિંગ્સે ત્રણ કેપ્ટન નિયુક્ત કર્યા હતા. પહેલા શિખર ધવન, બાદમાં તેના સ્થાને સેમ કરન ટીમનો કેપ્ટન બન્યો, અને જીતેશ શર્માને પણ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. (PC-PTI/X/ESPN)

Published On - 8:49 pm, Thu, 14 May 26

Follow Us