
શુભમન ગિલે IPLમાં ગુજરાત ટાઇટન્સ માટે સૌથી વધુ કેચ પકડવાનો રેકોર્ડ તોડ્યો હતો. ગિલે IPL 2026 ના ક્વોલિફાયર 2 માં આ સિદ્ધિ મેળવી હતી.

શુભમન ગિલે રાજસ્થાન રોયલ્સ સામે ક્વોલિફાયર 2 માં ધ્રુવ જુરેલનો એક કેચ પકડ્યો હતો. પરંતુ તે એક કેચથી તેણે એક રેકોર્ડ બનાવ્યો. હવે તે ગુજરાત ટાઇટન્સ માટે સૌથી વધુ કેચ પકડવાનો રેકોર્ડ ધરાવે છે.

અત્યાર સુધી, ગુજરાત ટાઇટન્સ માટે સૌથી વધુ કેચ કરવાનો રેકોર્ડ રાશિદ ખાનના નામે હતો, તેણે 76 મેચમાં 33 કેચ પકડ્યા હતા. જોકે, હવે આ રેકોર્ડ શુભમન ગિલના નામે છે.

શુભમન ગિલે 75 મેચમાં 34 કેચ લીધા છે. આ સિદ્ધિ સાથે શુભમન ગિલ ફક્ત GTનો સૌથી સફળ બેટ્સમેન અને કેપ્ટન જ નહીં, પરંતુ ટીમનો સૌથી સફળ ફિલ્ડર પણ બની ગયો છે.

ગુજરાત ટાઇટન્સ માટે સૌથી વધુ કેચ લેવા મામલે રાહુલ તેવતિયા ત્રીજા ક્રમે છે, તેણે 75 મેચોમાં 25 કેચ લીધા છે. (PC-PTI)
Published On - 3:59 pm, Sat, 30 May 26