Breaking News: વિરાટ કોહલીએ 12,000 રન ફટકારી બનાવ્યો એક મહાન રેકોર્ડ, એશિયામાં પહેલીવાર થયો આ કમાલ

વિરાટ કોહલીએ ગુજરાત ટાઇટન્સ સામે અડધી સદી ન ફટકારી શક્યો, પરંતુ તેણે 28 રનની ઈનિંગ દરમિયાન એક મોટી સિદ્ધિ હાંસલ કરી હતી. તે એશિયામાં આ કમાલ કરનાર વર્લ્ડનો પહેલો ક્રિકેટર બન્યો છે .

| Updated on: Apr 30, 2026 | 9:59 PM
1 / 5
ગુજરાત ટાઇટન્સ સામે વિરાટ કોહલીએ મજબૂત શરૂઆત કરી, પરંતુ તે ફક્ત 13 બોલમાં 28 રન બનાવીને આઉટ થયો હતો. જોકે, આ દરમિયાન, તેણે એક મહત્વપૂર્ણ રેકોર્ડ બનાવ્યો જેને તોડવો કોઈપણ બેટ્સમેન માટે અત્યંત મુશ્કેલ હશે.

2 / 5
વિરાટ કોહલીએ હવે એશિયાની ધરતી પર 12,000 થી વધુ T20 રન બનાવ્યા છે, અને આ સિદ્ધિ મેળવનાર તે પ્રથમ ખેલાડી બન્યો છે. તેણે એશિયામાં 340 ઇનિંગ્સમાં 12,012 T20 રન બનાવ્યા છે.

3 / 5
વિરાટ કોહલી અન્ય બેટ્સમેનોથી ઘણો આગળ છે. ભૂતપૂર્વ ક્રિકેટર શોએબ મલિક  10,252 T20 રન સાથે બીજા ક્રમે છે. રોહિત શર્મા 10,023 રન સાથે ત્રીજા ક્રમે છે.

4 / 5
વિરાટ કોહલીએ 422 T20 મેચોમાં 13,894 રન બનાવ્યા છે. તેણે નવ સદી અને 108 અડધી સદી ફટકારી છે. તેણે T20 ક્રિકેટમાં 450 છગ્ગા અને 1,250 થી વધુ ચોગ્ગા ફટકાર્યા છે.

5 / 5
વર્તમાન IPL સિઝનમાં વિરાટ કોહલી RCB માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે નવ મેચમાં 54 થી વધુની બેટિંગ એવરેજ સાથે 379 રન બનાવ્યા છે. તેણે ત્રણ વખત ફિફ્ટીથી વધુ રન બનાવ્યા છે. (PC: PTI)

Published On - 9:58 pm, Thu, 30 April 26

Follow Us