
કોલકાતા નાઈટ રાઈડર્સનો કેપ્ટન અજિંક્ય રહાણે IPL 2026 ની 25મી મેચના પહેલા જ બોલ પર આઉટ થઈ ગયો. તેણે મોહમ્મદ સિરાજ સામે પોતાની વિકેટ ગુમાવી દીધી. રહાણે પાંચ વર્ષ પછી IPLમાં શૂન્ય રને આઉટ થયો અને KKRના કેપ્ટન તરીકે પહેલીવાર ખાતું કોળ્યા વિના પોવેલિયન પરત ફર્યો હતો.

KKR ના કેપ્ટનને ગોલ્ડન ડક પર આઉટ થયાને 10 વર્ષ થઈ ગયા છે. રહાણે પહેલા 2016 માં ગૌતમ ગંભીર ગોલ્ડન ડક પર આઉટ થયો હતો. તમને જાણીને આશ્ચર્ય થશે કે ગૌતમ ગંભીર KKR ના કેપ્ટન તરીકે એક કે બે વાર નહીં, પરંતુ પાંચ વખત ગોલ્ડન ડક માટે આઉટ થયો છે.

ગૌતમ ગંભીર 2011 માં KKR ના કેપ્ટન તરીકે પહેલીવાર ગોલ્ડન ડક પર આઉટ થયો હતો. તે મેચ કોચી ટસ્કર્સ સામે હતી. ત્યારબાદ 2012 માં ગંભીર રાજસ્થાન રોયલ્સ સામે ગોલ્ડન ડક પર આઉટ થયો હતો.

ત્યારબાદ ગૌતમ ગંભીર 2014 અને 2015 માં ગોલ્ડન ડક પર આઉટ થયો હતો. ગંભીરે RCB અને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પહેલા જ બોલ પર વિકેટ ગુમાવી દીધી હતી. 2016 માં ગંભીર રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ સામે પણ ગોલ્ડન ડક પર આઉટ થયો હતો.

IPL 2026 માં KKRનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. KKRની શરૂઆતની પાંચ મેચોમાંથી એક પણ જીતી શક્યા નથી, અને તેમનો એકમાત્ર પોઈન્ટ પંજાબ સામેની મેચ રદ થયા પછી આવ્યો હતો. (PC: PTI/X)