Breaking News: 154.8 … IPL 2026નો સૌથી ઝડપી બોલ ! મોહમ્મદ સિરાજે તોડ્યો સ્પીડનો રેકોર્ડ

ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં ગુજરાત ટાઈટન્સના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે શાનદાર બોલિંગ કરી હતી. તેણે CSK ની ટોપ ઓર્ડર બેટિંગ લાઈન-અપને તોડી નાખી અને ગુજરાતની જીતનો પાયો નાખ્યો હતો. સાથે જ તેણે આ મેચમાં સિઝનનો સૌથી ઝડપી બોલ ફેંકી અન્ય તમામ ફાસ્ટ બોલરોને પાછળ છોડી દીધા હતા.

| Updated on: May 22, 2026 | 4:52 PM
1 / 5
ગુજરાત ટાઈટન્સ પહેલાથી જ IPL 2026 ના પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગયું હતું, પરંતુ હવે GT એ ટોપ-2 માં સ્થાન મેળવ્યું છે. ગુજરાતે મોહમ્મદ સિરાજની ધારદાર બોલિંગના દમ પર ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવ્યું હતું.

2 / 5
અમદાવાદની પિચ પર ગુજરાતે 229 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો, જ્યારે ચેન્નાઈ ફક્ત 140 રનમાં જ ઓલઆઉટ થઈ ગયું હતું. ચેન્નાઈની આ હાલત મુખ્યત્વે સિરાજને કારણે થઈ હતી, જેણે પોતાના પહેલા 10 બોલમાં ત્રણ વિકેટ લીધી હતી અને CSKના ટોપ ઓર્ડરને બરબાદ કરી દીધો હતો.

3 / 5
પરંતુ સિરાજે માત્ર ત્રણ વિકેટ જ નહીં, પણ સિઝનનો સૌથી ઝડપી બોલ નાખીને પણ બધાને આશ્ચર્યચકિત કરી દીધા. તેની ત્રીજી અને ઈનિંગની પાંચમી ઓવરમાં સિરાજે 154.8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો.

4 / 5
આ સિઝનનો સૌથી ઝડપી બોલ છે, સિરાજે GT ના સાથી ખેલાડી અશોક શર્માનો 154.2 કિમી પ્રતિ કલાકનો રેકોર્ડ તોડ્યો છે. જોકે, IPL તરફથી હજુ સુધી આ વાતની પુષ્ટિ કરી નથી, તેથી પ્રશ્ન એ રહે છે કે શું તે ખરેખર આટલો ઝડપી હતો કે સ્પીડ ગનની ભૂલ હતી.

5 / 5
સત્ય ગમે તે હોય, સિરાજે પોતાના પ્રદર્શનથી BCCI પસંદગી સમિતિને જવાબ આપ્યો છે. હકીકતમાં સિરાજને અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ મેચ માટે પસંદ કરવામાં આવ્યો હતો પરંતુ તેને ODI શ્રેણીમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. તે પછી તરત જ તેણે આ સિદ્ધિ મેળવી. (PC: PTI)

Follow Us