
IPL 2026 ના લીગ સ્ટેજના અંતિમ તબક્કામાં પહોંચતાં જ પ્લેઓફનું ગણિત સાફ થયું છે. સામાન્ય રીતે 16 પોઈન્ટ આસપાસ પહોંચતી ટીમો ક્વોલિફાય કરી શકે છે, પરંતુ આ સિઝનમાં નેટ રન રેટ અને બાકીની મેચોના પરિણામો પણ એટલા જ મહત્વપૂર્ણ બની ગયા છે. આઠ ટીમો હજુ પણ રેસમાં છે અને છેલ્લી 11 મેચો નક્કી કરશે કે ટોપ-4 ટીમો કઈ હશે.

RCB - રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના 16 પોઈન્ટ છે. જો તેઓ આગામી બે મેચમાંથી એક પણ જીતે છે, તો તેમનું પ્લેઓફમાં ક્વોલિફિકેશન નિશ્ચિત થઈ જશે.

GT - ગુજરાત ટાઈટન્સ RCB જેવી જ સ્થિતિમાં છે. તેમના 16 પોઈન્ટ છે અને બે મેચ બાકી છે. જો તેઓ આગામી બે મેચમાંથી એક પણ જીતે છે, તો ગુજરાત પ્લેઓફમાં પહોંચી જશે.

SRH - સનરાઈઝર્સ હૈદરાબાદના 12 મેચોમાં 14 પોઈન્ટ છે. સામાન્ય રીતે 16 પોઈન્ટ ક્વોલિફિકેશન ગેરંટી માનવામાં આવે છે, જો SRH તેમની આગામી બે માંથી એક મેચ જીતે છે તો પ્લેઓફમાં આગળ વધી શકશે. પણ કદાચ તેમને રનરેટ મામલે અન્ય ટીમોની મેચોના પરિણામો પર આધાર રાખવો પડશે. જયારે બંને મેચ જીતી SRH 18 પોઈન્ટ સાથે સીધું ક્વોલિફાય કરશે.

PBKS - પંજાબ કિંગ્સે સતત પાંચ મેચ હારી છે. હાલમાં તેમના 13 પોઈન્ટ છે અને ક્વોલિફાય કરવા માટે તેમને આગામી બે મેચ જીતવી જ પડશે. જો તેઓ આગામી બે મેચમાંથી એક જીતે છે અને એક હારે છે, તો પંજાબ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ શકે છે.

RR - રાજસ્થાન રોયલ્સ ના 11 મેચમાં 12 પોઈન્ટ છે અને તેમની પાસે હજી ત્રણ મેચ બાકી છે, અને જો તેઓ ત્રણેય જીતી જાય, તો તેમને પ્લેઓફમાં પહોંચતા કોઈ રોકી શકશે નહીં. તેમના 18 પોઈન્ટ થઈ જશે અને ક્વોલિફાય કરશે. જો રાજસ્થાન ત્રણ મેચમાંથી બે જીતે અને એમ હારે છે તો 16 પોઈન્ટ સાથે તેમને અન્ય ટીમોના પરિણામ પર આધાર રાખવો પડશે.

CSK - ચેન્નાઈ સુપર કિંગ્સ મુશ્કેલ પરિસ્થિતિમાં છે. હાલમાં તેમના 12 પોઈન્ટ છે અને જો તેઓ આગામી બે મેચ જીતે તો પણ તેમની તકો અન્ય મેચોના પરિણામો પર નિર્ભર રહેશે.

KKR - કોલકાતા નાઈટ રાઈડર્સ પણ મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. તેમના 11 મેચમાંથી 9 પોઈન્ટ છે અને તેઓ મહત્તમ 15 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. જો તેઓ તેમની આગામી ત્રણ મેચ જીતી જાય, તો પણ KKR ને અન્ય ટીમોના મેચોના પરિણામો પર આધાર રાખવો પડશે. (PC:PTI/X/IPL)

DC - દિલ્હી કેપિટલ્સ 12 રમી ચૂકી છે અને તેમના 10 પોઈન્ટ છે, તેમની બે મેચ બાકી છે અને જો તેઓ બંને મેચ જીતી જાય, તો પણ તેમના 14 પોઈન્ટ રહેશે. દિલ્હીનું બહાર થવું નક્કી જ છે, કારણ કે પ્લેઓફમાં સ્થાન મેળવવાની તેમની શક્યતા એક ટકાથી પણ ઓછી છે.
Published On - 5:59 pm, Sat, 16 May 26