
ઈંગ્લેન્ડના ખેલાડી બેન ડકેટે IPL 2026માં ભાગ નહીં લેવાનો નિર્ણય લીધો છે. તેણે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી અને કહ્યું કે આ નિર્ણય લેવો તેના માટે મુશ્કેલ હતો.

દિલ્હી કેપિટલ્સે તેને મીની ઓક્શનમાં ₹2 કરોડમાં ખરીદ્યો હતો. ટીમ ઈચ્છતી હતી કે તે કેએલ રાહુલ સાથે ઓપનિંગ કરે, પરંતુ હવે આ યોજના બદલવી પડશે.

BCCIના નિયમ પ્રમાણે, જો કોઈ ખેલાડી સિઝન શરૂ થવા પહેલા પોતાનું નામ પાછું ખેંચે, તો તેને બે વર્ષ સુધી IPLમાં રમવા દેવામાં આવતો નથી. એટલે ડકેટ હવે આગામી બે સિઝન રમશે નહીં.

ડકેટે પોતાના નિવેદનમાં કહ્યું કે તે ઈંગ્લેન્ડ માટે સારું પ્રદર્શન કરવા માંગે છે. તે પોતાની ફિટનેસ અને ફોર્મ પર ધ્યાન આપવા માંગે છે, જેથી આવનારી સિઝનમાં સારું પ્રદર્શન કરી શકે.

તાજેતરમાં એશિઝમાં તેનું પ્રદર્શન સારું રહ્યું નહોતું. તેણે 10 ઇનિંગ્સમાં માત્ર 202 રન બનાવ્યા હતા, જે તેની ક્ષમતા પ્રમાણે ઓછું માનવામાં આવે છે.

ડકેટના બહાર થવા છતાં દિલ્હી કેપિટલ્સ પાસે ઓપનીંગ માટે ખેલાડીઓ છે. ટીમમાં અભિષેક પોરેલ, પૃથ્વી શો અને પથુમ નિસ્ન્કા જેવા વિકલ્પો છે, જેથી ટીમને વધુ મુશ્કેલી નહીં પડે. (PC:PTI/X)