Breaking News: 4,4,4,4,4,4… 1 ઓવરમાં 6 ચોગ્ગા, પંજાબ કિંગ્સના ઓપનરે કર્યો મોટો કમાલ

પંજાબ કિંગ્સના ઓપનર બેટ્સમેન પ્રભસિમરન સિંહે દિલ્હી કેપિટલ્સ સામે ધમાકેદાર અડધી સદી ફટકારી હતી. આ ઈનિંગ દરમિયાન તેણે એક ઓવરમાં છ ચોગ્ગા પણ ફટકાર્યા હતા. IPLમાં આ કમાલ કરનાર તે માત્ર ત્રીજો ખેલાડી બન્યો હતો.

| Updated on: Apr 25, 2026 | 8:06 PM
1 / 5
IPL 2026 ની 35મી મેચમાં દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને જીતવા માટે 265 રનનો લક્ષ્યાંક આપ્યો. જવાબમાં, પંજાબના ઓપનર પ્રભસિમરન સિંહે તોફાની ઈનિંગ્સ રમી અને એક મોટી સિદ્ધિ હાંસલ કરી.

2 / 5
પ્રભસિમરન સિંહે 26 બોલનો સામનો કર્યો અને 292.30 ના સ્ટ્રાઈક રેટથી 76 રન બનાવ્યા. તેની ઈનિંગસમાં નવ ચોગ્ગા અને પાંચ છગ્ગાનો સમાવેશ થતો હતો. તેણે માત્ર 18 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી.

3 / 5
પ્રભસિમરન સિંહે પોતાની ઈનિંગ દરમિયાન એક ઓવરમાં છ ચોગ્ગા ફટકારવાની સિદ્ધિ પણ હાંસલ કરી. મુકેશ કુમારની ઓવરમાં તેણે દરેક બોલ પર ચોગ્ગો ફટકાર્યો અને ઓવરમાં કુલ 24 રન બનાવ્યા.

4 / 5
IPLના ઈતિહાસમાં આ ફક્ત ત્રીજી વખત છે જ્યારે કોઈ બેટ્સમેને એક ઓવરમાં છ ચોગ્ગા ફટકાર્યા હોય. આ પહેલા 2012માં અજિંક્ય રહાણે અને 2021માં પૃથ્વી શોએ છ બોલમાં છ ચોગ્ગા ફટકાર્યા હતા.

5 / 5
પ્રભસિમરન સિંહે પાવરપ્લે દરમિયાન કુલ 23 બોલનો સામનો કર્યો અને 71 રન બનાવ્યા, જે IPL પાવરપ્લેમાં પાંચમો સૌથી વધુ સ્કોર છે. આ સિઝન પ્રભસિમરન સિંહ માટે અત્યાર સુધી ઘણી સારી રહી છે. તેણે સાત મેચની છ ઇનિંગ્સમાં 287 રન બનાવ્યા છે. (PC: PTI)

Follow Us