Breaking News: 500 ચોગ્ગા સાથે બનાવ્યો નવો રેકોર્ડ, IPLમાં આવું કરનાર પ્રથમ ખેલાડી બન્યો કેએલ રાહુલ

IPL 2026 ની 51મી મેચમાં દિલ્હી કેપિટલ્સના ઓપનર કેએલ રાહુલે એક ટૂંકી ઈનિંગ રમી. આ ઈનિંગમાં તેણે ત્રણમોટી સિદ્ધિઓ હાંસલ કરી. તેણે એક એવો રેકોર્ડ પણ બનાવ્યો જે IPL ઈતિહાસમાં કોઈએ નથી બનાવ્યો.

| Updated on: May 08, 2026 | 9:40 PM
1 / 5
IPL 2026 ની 51મી મેચમાં, દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે ટકરાયા હતા. આ મેચ દિલ્હીના સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ માટે ખાસ સાબિત થઈ.

2 / 5
આ કેએલ રાહુલની 250 મી T20 મેચ રમી. તેણે મેચમાં 14 બોલમાં 23 રન બનાવ્યા, જેમાં ચાર ચોગ્ગાનો સમાવેશ થાય છે, અને તેણે IPL ખેલાડીઓની ખાસ યાદીમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું.

3 / 5
આ ચાર ચોગ્ગા સાથે કેએલ રાહુલે IPLમાં 500 ચોગ્ગા ફટકાર્યા, અને આ સિદ્ધિ મેળવનાર સાતમો ખેલાડી બન્યો. તેણે IPLમાં 232 છગ્ગા પણ ફટકાર્યા.

4 / 5
આ ઈનિંગ દરમિયાન કેએલ રાહુલે દિલ્હી કેપિટલ્સ માટે પોતાનો 1000 મો રન પણ પૂર્ણ કર્યો. તેણે ફક્ત 23 ઈનિંગમાં આ સીમાચિહ્ન હાંસલ કર્યો, જે દિલ્હી કેપિટલ્સ માટે સૌથી ઝડપી 1000 રન સુધી પહોંચવાનો રેકોર્ડ પણ છે.

5 / 5
કેએલ રાહુલે અગાઉ પંજાબ અને લખનૌ માટે 1000 રનનો આંકડો પાર કર્યો છે, જેનાથી તે IPLમાં ત્રણ અલગ-અલગ ટીમો માટે 1000 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે. (PC: PTI)

Published On - 9:39 pm, Fri, 8 May 26

Follow Us