Breaking News: સંજુ સેમસન બન્યો નંબર-1, વિરાટ કોહલીને પાછળ છોડી દીધો

ચેન્નાઈ સુપર કિંગ્સના ઓપનર સંજુ સેમસનએ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે પોતાની ટીમને ઝડપી શરૂઆત અપાવી હતી, પરંતુ તે 27 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. જોકે, આ નાની ઈનિંગમાં સંજુ વિરાટ કોહલીને પાછળ છોડીને નંબર વન બની ગયો છે.

| Updated on: May 18, 2026 | 9:25 PM
1 / 5
ચેન્નાઈ સુપર કિંગ્સના ઓપનર સંજુ સેમસને IPL 2026 માં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 27 રન બનાવ્યા હતા. તે જલ્દી આઉટ થઈ ગયો હતો, પરંતુ સેમસને એક બાબતમાં વિરાટ કોહલીને પાછળ છોડી દીધો હતો.

2 / 5
સનરાઈઝર્સ હૈદરાબાદ સામે સંજુ સેમસન સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો હતો. તેણે હૈદરાબાદ સામે 26 ઈનિંગમાં 901 રન બનાવ્યા.

3 / 5
વિરાટ કોહલી અગાઉ ટોચના સ્થાને હતો, તેણે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 25 ઈનિંગમાં 874 રન બનાવ્યા હતા. જોકે, સંજુ સેમસન હવે તેમને પાછળ છોડી ચૂક્યો છે.

4 / 5
સંજુ સેમસને IPL 2026 માં સારું પ્રદર્શન કર્યું છે. સંજુ સેમસને આ સિઝનમાં 13 ઈનિંગ્સમાં 477 રન બનાવ્યા છે, જેમાં બે સદી અને એક અડધી સદી ફટકારી છે.

5 / 5
સંજુ સેમસન પહેલીવાર ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમી રહ્યો છે. તેને રાજસ્થાન રોયલ્સથી ચેન્નાઈ સુપર કિંગ્સમાં ટ્રેડ કરવામાં આવ્યો હતો. સેમસને CSK માં પહેલી જ સિઝનમાં પોતાની ક્ષમતા સાબિત કરી છે. (PC:PTI)

Published On - 9:24 pm, Mon, 18 May 26

Follow Us