Breaking News : CSK vs PBKS મેચમાં બોલરો કરશે કમાલ કે બેટ્સમેનો મચાવશે ધમાલ ? જાણો કેવી છે ચેપોકની પિચ

IPL 2026ની સાતમી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ટક્કર થશે. બંને ટીમો માટે આ મુકાબલો મહત્વપૂર્ણ છે, અને પિચનો સ્વભાવ મેચનું પરિણામ નક્કી કરવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે.

| Updated on: Apr 03, 2026 | 4:48 PM
1 / 7
ચેપોકમાં આજે CSK અને PBKSની ટક્કર થશે.  ચેપોકની પિચ પરંપરાગત રીતે સ્પિનરોને મદદરૂપ રહી છે, પરંતુ આ સિઝનમાં પરિસ્થિતિ થોડી બદલાયેલી જોવા મળી રહી છે.

2 / 7
જો કે પિચ હવે ફરીથી ડિઝાઇન કરવામાં આવી છે જેના કારણે બેટિંગ માટે અનુકૂળ પરિસ્થિતિ ઉભી થઈ રહી છે. ખાસ કરીને T20 ફોર્મેટમાં બેટ્સમેન માટે રન બનાવવાની સારી તક મળી શકે છે.

3 / 7
છેલ્લી કેટલીક આંતરરાષ્ટ્રીય મેચોમાં પણ અહીં મોટા સ્કોર નોંધાયા હતા, T20 વર્લ્ડ કપ 2026 ની ઘણી મેચો પણ અહીં રમાઈ હતી, જેમાં 200 થી વધુ સ્કોર થયો હતો. જેના કારણે સ્પષ્ટ થાય છે કે પિચ હવે વધુ ફ્લેટ અને બેટિંગ-ફ્રેન્ડલી બની છે. આ પરિસ્થિતિમાં ટોપ ઓર્ડર બેટ્સમેન માટે શરૂઆતથી જ આક્રમક રમવાની તક મળશે.

4 / 7
જોકે, મેચ દરમિયાન ઝાકળ પણ મોટો ફેક્ટર બની શકે છે. બીજી ઇનિંગમાં ફિલ્ડીંગ કરનારી ટીમને મુશ્કેલી થઈ શકે છે, જેના કારણે ટોસ જીતનાર ટીમ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લઈ શકે છે. આથી રન ચેઝ કરવું સરળ બની શકે છે.

5 / 7
આંકડાઓની વાત કરીએ તો, ચેપોક ખાતે અત્યાર સુધી IPLની 91 મેચ રમાઈ છે, જેમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમે 51 મેચમાં જીત મેળવી છે, જ્યારે લક્ષ્યનો પીછો કરનારી ટીમે 40 મેચમાં જીત મેળવી છે. પરંતુ હાલની પિચ કન્ડિશન મુજબ આ ટ્રેન્ડ બદલાઈ શકે છે.

6 / 7
એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પંજાબ કિંગ્સનો રેકોર્ડ ખૂબ સારો રહ્યો છે. પંજાબ કિંગ્સે ચેપોકમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે નવ મેચ રમી છે, જેમાંથી પાંચમાં જીત મેળવી છે, જ્યારે CSK ફક્ત ચારમાં જ જીત્યું છે. ખાસ વાત એ છે કે આ ગ્રાઉન્ડ પર પંજાબ કિંગ્સે CSK સામે રમાયેલી છેલ્લી ત્રણ મેચ જીતી છે.

7 / 7
કુલ મળીને જોવામાં આવે તો, આ મેચમાં બેટ્સમેનનો દબદબો જોવા મળી શકે છે, પરંતુ સ્પિન બોલરો મેચમાં અસરકારક સાબિત થઈ શકે છે. ટોસ અને પરિસ્થિતિનો યોગ્ય ઉપયોગ કરનાર ટીમ મેચ જીતશે. (PC:PTI/X)

Follow Us