Breaking News: 15 વર્ષનો IPL સ્ટાર વૈભવ સૂર્યવંશી કેટલો અમીર છે? ક્યાંથી કરે છે કમાણી

વૈભવ સૂર્યવંશી માત્ર 14 વર્ષની ઉંમરે પોતાના પ્રભાવશાળી IPL પ્રદર્શનથી ફેમસ થયો હતો. હવે 15 વર્ષની ઉંમરે તે પ્રસિદ્ધિની સાથે કરોડોની કમાણી પણ કરી રહ્યો છે. IPL માં લગભગ 1.1 કરોડ રૂપિયાના પગાર સિવાય બ્રાન્ડ ડીલ્સથી તેની કમાણી અને કુલ સંપત્તિમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. ચાલો જાણીએ વૈભવ સૂર્યવંશી કેટલો અમીર છે?

| Updated on: Apr 29, 2026 | 4:24 PM
1 / 8
માત્ર 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ IPLમાં ધૂમ મચાવી છે. તેણે ગુજરાત ટાઈટન્સ સામે માત્ર 35 બોલમાં સદી ફટકારીને IPL ઈતિહાસમાં સૌથી ઝડપી ભારતીય સદીનો રેકોર્ડ બનાવ્યો હતો.

2 / 8
27 માર્ચ 2011ના રોજ બિહારના સમસ્તીપુર જિલ્લાના મોતીપુર ગામમાં જન્મેલા વૈભવે 9 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં તેના પિતા સંજીવ સૂર્યવંશીએ તેને ટ્રેનિંગ આપી હતી, બાદમાં તે ક્રિકેટ એકેડેમીમાં જોડાયો હતો.

3 / 8
માત્ર 13 વર્ષની ઉંમરના વૈભવને IPL ઓક્શનમાં 1.1 કરોડ રૂપિયામાં રાજસ્થાન રોયલ્સ દ્વારા ખરીદવામાં આવ્યો અને તે કરોડપતિ બની ગયો. તેની બેઝ પ્રાઈસ 30 લાખ રૂપિયા હતી અને ઓક્શનમાં તેને 1.1 કરોડ રૂપિયા મળ્યા.

4 / 8
માત્ર 14 વર્ષની ઉંમરે IPL 2025માં રમી વૈભવ IPL ઈતિહાસમાં ડેબ્યૂ કરનાર સૌથી યુવા ખેલાડી બન્યો અને પહેલી જ સિઝનમાં ધમાકેદાર બેટિંગ અને શાનદાર સદીથી વૈભવ છવાઈ ગયો.

5 / 8
IPL 2026 માં પણ 15 વર્ષના સૌથી યુવા IPL ખેલાડી વૈભવનો જાદૂ ચાલુ છે. તે 9 મેચમાં એક સદી અને બે અડધી સદી સાથે સૌથી વધુ 400 રન બનાવી ચુક્યો છે અને પર્પલ કેપ રેસમાં ટોપ પર છે.

6 / 8
જેમ-જેમ વૈભવની લોકપ્રિયતા વધતી જાય છે, તેમ-તેમ તેના બ્રાન્ડ એન્ડોર્સમેન્ટની તક પણ વધતી જાય છે. હાલ તેણે બહુ ઓછી બ્રાન્ડ્સ સાથે કરાર કર્યો છે, પણ તે ટૂંક સમયમાં મોટા સ્પોન્સરશિપ ડીલ મેળવી શકે છે.

7 / 8
વિવિધ અહેવાલો અનુસાર વૈભવની કુલ સંપત્તિ આશરે 2 થી 3 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે, જેમાં તેની મોટાભાગની કમાણી રાજસ્થાન રોયલ્સ સાથેના તેના IPL કરારમાંથી થાય છે.

8 / 8
IPL ઉપરાંત વૈભવ ડોમેસ્ટિક ક્રિકેટમાં રમીને પણ સારી કમાણી કરે છે.  વૈભવ બિહારની અંડર-19 ટીમ માટે રમે છે. તેણે બિહાર માટે રણજી ટ્રોફી સહિત અનેક ટુર્નામેન્ટમાં પણ ભાગ લીધો છે. સાથે જ તે ઈન્ડિયા A અને ઈન્ડિયા અંડર-19 માટે પણ રમ્યો છે.  (PC:PTI/X)

Published On - 4:23 pm, Wed, 29 April 26

Follow Us