Breaking News : એમએસ ધોની ફરીથી બનશે ચેન્નાઈનો કેપ્ટન, IPL 2025 વચ્ચે CSKનો મોટો નિર્ણય !

|

Apr 04, 2025 | 7:51 PM

IPL 2025 સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સની શરૂઆત સારી રહી નથી અને ટીમ શરૂઆતની 3 મેચમાંથી 2 મેચ હારી ગઈ છે. એવામાં ટીમની કપ્તાની પર પણ સવાલ ઊભા થયા છે. આ બધા વચ્ચે CSK ફેન્સ માટે મોટા સંચાર સામે આવ્યા છે. આગામી મેચની ટીમની કપ્તાની રેગ્યુલર કેપ્ટન ઋતુરાજ નહીં પણ લેજન્ડરી કેપ્ટન ધોની કરી શકે છે.

1 / 9
પાંચ વખતની IPL ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ માટે આ સિઝન અત્યાર સુધી સારી રહી નથી. ઋતુરાજ ગાયકવાડની કેપ્ટનશીપ હેઠળ, ચેન્નાઈએ પહેલી 3 મેચમાંથી 2 મેચ હારી છે.

2 / 9
પહેલી મેચ જીત્યા બાદ ટીમને સતત બે હારનો સામનો કરવો પડ્યો. આવી સ્થિતિમાં, ટીમ માટે કોઈપણ કિંમતે વાપસી કરવી મહત્વપૂર્ણ છે. પરંતુ આગામી મેચ પહેલા ટીમના નેતૃત્વમાં ફેરફાર થઈ શકે છે.

3 / 9
આગામી મેચ માટે એમએસ ધોની ફરી એકવાર ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન બની શકે છે. હા, આવું થઈ શકે છે પણ તેનું કારણ ટીમની હાર નથી પણ કેપ્ટન ઋતુરાજ ગાયકવાડની ઈજા છે.

4 / 9
ગયા વર્ષે ચેન્નાઈની કેપ્ટનશીપ છોડી દેનાર એમએસ ધોની 17 મેચ પછી ફરીથી ટીમની કમાન સંભાળતો જોવા મળી શકે છે. ચેન્નાઈ સુપર કિંગ્સનો મુકાબલો 5 એપ્રિલ, શનિવારે દિલ્હી કેપિટલ્સ સામે થશે.

5 / 9
આ મેચ ચેન્નાઈના હોમ ગ્રાઉન્ડ ચેપોક સ્ટેડિયમમાં રમાશે. બપોરે યોજાનારી આ મેચ પહેલા, ચેન્નાઈ સુપર કિંગ્સ તેમના નિયમિત કેપ્ટન ઋતુરાજ ગાયકવાડની ફિટનેસ સાથે સંઘર્ષ કરી રહી છે. જોકે, એવું માનવામાં આવે છે કે ગાયકવાડ માટે આ મેચમાં રમવું મુશ્કેલ છે.

6 / 9
ચેન્નાઈના બેટિંગ કોચ માઈકલ હસીએ મેચના એક દિવસ પહેલા આ વાતનો સંકેત આપ્યો હતો. પ્રેસ કોન્ફરન્સમાં ઋતુરાજ ગાયકવાડની ઈજા અંગે અપડેટ આપતાં હસીએ કહ્યું કે તેનું રમવું તે ઈજામાંથી કેટલી ઝડપથી અને સારી રીતે સાજો થાય છે તેના પર નિર્ભર રહેશે.

7 / 9
હસીએ કહ્યું, "ગાયકવાડની કોણીમાં હજુ પણ સોજો છે અને તે શુક્રવારે સાંજે પ્રેક્ટિસ સત્રમાં બેટિંગ કરશે, ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે." ધોનીનું સીધું નામ લેવાને બદલે, હસીએ મજાકમાં સંકેત આપ્યો કે ગાયકવાડની ગેરહાજરીમાં એક યુવાન વિકેટકીપર ટીમનું નેતૃત્વ કરી શકે છે.

8 / 9
ચેન્નાઈને પાંચ IPL ખિતાબ અપાવનાર એમએસ ધોનીએ છેલ્લે લગભગ 2 વર્ષ પહેલા ટીમનું નેતૃત્વ કર્યું હતું. લીગના સૌથી સફળ કેપ્ટન ધોનીએ છેલ્લે IPL 2023ની ફાઈનલમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું અને ટાઈટલ જીત્યા પછી તેણે આગામી સિઝનમાં આ જવાબદારી છોડી દીધી અને ટીમની કમાન ઋતુરાજ ગાયકવાડને સોંપી હતી.

9 / 9
જોકે ઋતુરાજની કેપ્ટનશીપ હેઠળ ટીમનું પ્રદર્શન સારું રહ્યું નથી. ટીમ ગયા સિઝનમાં પ્લેઓફમાં પહોંચી શકી ન હતી, જ્યારે આ સિઝનમાં ચેન્નાઈએ 3 માંથી 2 મેચ હારી છે. રાજસ્થાન સામેની છેલ્લી મેચમાં તુષાર દેશપાંડેનો એક બોલ તેની કોણીમાં વાગતાં ઋતુરાજ ઘાયલ થયો હતો. (All Photo Credit : PTI)

Published On - 7:27 pm, Fri, 4 April 25