Breaking News : ભારતના IPL સામે પાકિસ્તાનનું PSL ભિખારી છે, બંનેની બ્રાન્ડ વેલ્યુમાં 92.5 ગણો તફાવત

ભારતની IPL અને પાકિસ્તાનની PSL 2026માં લગભગ એકસાથે રમાશે. આથી બંને લીગ વચ્ચે સીધી સ્પર્ધા જોવા મળશે. પરંતુ બ્રાન્ડ વેલ્યુ, કમાણી અને વૈશ્વિક લોકપ્રિયતાની દ્રષ્ટિએ બંને વચ્ચે ખૂબ મોટો તફાવત છે. IPL બ્રાન્ડ વેલ્યુની દ્રષ્ટિએ પાકિસ્તાન સુપર લીગ કરતા 92.5 ગણું આગળ છે. IPL સામે પાકિસ્તાનનું PSL ભિખારી છે.

| Updated on: Mar 19, 2026 | 3:58 PM
1 / 9
ભારતની Indian Premier League (IPL) અને પાકિસ્તાનની Pakistan Super League (PSL) 2026માં એકસાથે રમાશે. આ કારણે બંને લીગ વચ્ચે સીધી સ્પર્ધા જોવા મળશે. પરંતુ કમાણી, લોકપ્રિયતા અને બ્રાન્ડ વેલ્યુમાં બંને વચ્ચે મોટો તફાવત છે, જે આ આંકડાઓ પરથી સહેલાઈથી સમજાઈ શકે છે.

2 / 9
IPLની શરૂઆત 2008માં થઈ હતી અને આજે તે વિશ્વની સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગોમાંની એક બની ગઈ છે. મોટા ખેલાડીઓ, ઊંચા સ્તરના આયોજન અને વિશાળ દર્શકવર્ગને કારણે IPLનું મહત્વ સતત વધી રહ્યું છે.

3 / 9
2025ના અંદાજ મુજબ IPLની બ્રાન્ડ વેલ્યુ આશરે ₹1.56 લાખ કરોડ જેટલી છે. આ આંકડો બતાવે છે કે IPL માત્ર ક્રિકેટ ટુર્નામેન્ટ નહીં, પરંતુ એક મજબૂત ગ્લોબલ બ્રાન્ડ બની ગઈ છે.

4 / 9
બીજી તરફ PSLની શરૂઆત 2016 માં થઈ હતી. આ લીગે પાકિસ્તાનમાં લોકપ્રિયતા મેળવી છે, પરંતુ તેની બ્રાન્ડ વેલ્યુ IPLની સરખામણીએ ઘણી ઓછી છે. PSLની બ્રાન્ડ વેલ્યુ અંદાજે ₹1,600 કરોડથી ₹1,800 કરોડ વચ્ચે છે.

5 / 9
આ આંકડાઓના આધારે, IPL બ્રાન્ડ વેલ્યુની દ્રષ્ટિએ પાકિસ્તાન સુપર લીગ કરતા 92.5 ટકા આગળ છે.

6 / 9
આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે IPL બ્રાન્ડ વેલ્યુમાં PSL કરતાં અનેક ગણું આગળ છે. આ તફાવત માત્ર પૈસામાં જ નહીં, પરંતુ માર્કેટિંગ, સ્પોન્સરશિપ અને વર્લ્ડવાઈડ વ્યુઅરશીપમાં પણ જોવા મળે છે.

7 / 9
કમાણીના મુખ્ય સ્ત્રોત તરીકે પ્રસારણ અધિકારો સૌથી મહત્વના છે. IPLના 2023થી 2027 સુધીના મીડિયા રાઇટ્સ લગભગ ₹48,390 કરોડમાં વેચાયા છે, જે ક્રિકેટ ઇતિહાસમાં એક મોટો રેકોર્ડ છે.

8 / 9
PSLના પ્રસારણ અધિકારોની કિંમત તુલનાત્મક રીતે ઘણી ઓછી છે. ચાર વર્ષ માટે તેની ડીલ આશરે ₹750 કરોડ આસપાસ છે. આથી સ્પષ્ટ થાય છે કે IPLનું માર્કેટ અને આવક બંને PSL કરતાં ઘણાં આગળ છે.

9 / 9
આ ઉપરાંત IPLમાં મોટી કંપનીઓની સ્પોન્સરશિપ, ટિકિટ વેચાણ અને ફ્રેન્ચાઇઝ ફીથી પણ મોટી આવક થાય છે. PSL પણ ધીમે ધીમે આગળ વધી છે, પરંતુ તેને IPLના સ્તરે પહોંચવા માટે ઘણો લાંબો સમય લાગશે. (PC:PTI/X)

Follow Us