
ભારતે ઝિમ્બાબ્વે સામેની પ્રથમ T20I મેચમાં એકતરફી જીત મેળવી છે. 126 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ટીમ ઈન્ડિયાએ માત્ર 3 વિકેટ ગુમાવીને 40 બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી.

આ જીત શ્રેયસ અય્યર માટે પણ ખાસ રહી, કારણ કે કેપ્ટન તરીકે આ તેની ટીમ ઈન્ડિયા સાથેની પ્રથમ જીત છે. ભારત તરફથી વૈભવ સૂર્યવંશીએ તોફાની બેટિંગ કરીને ઈતિહાસ રચ્યો હતો.

15 વર્ષના વૈભવે માત્ર 18 બોલમાં અડધી સદી પૂરી કરી હતી. તેણે પોતાની ઇનિંગમાં 4 છગ્ગા અને 4 ચોગ્ગા ફટકારીને સૌથી નાની ઉંમરે T20Iમાં ઝડપી ફિફ્ટીનો રેકોર્ડ બનાવ્યો.

વૈભવ અને ઈશાન કિશને બીજી વિકેટ માટે શાનદાર ભાગીદારી કરી હતી. ઈશાને 35 રન બનાવ્યા હતા, જ્યારે વૈભવ અડધી સદી બાદ તરત જ આઉટ થયો હતો.

ત્યારબાદ શ્રેયસ અય્યરે અણનમ 28 રન બનાવીને ટીમને જીત સુધી પહોંચાડી હતી. બોલિંગમાં મયંક યાદવ અને પ્રિન્સ યાદવે 2-2 વિકેટ લીધી હતી, જ્યારે રવિ બિશ્નોઈ અને શિવમ દુબેએ એક-એક વિકેટ મેળવી હતી. (PC:X/BCCI)
Published On - 8:22 pm, Thu, 23 July 26