IND vs ENG: અભિષેક શર્માથી લઈને બટલર સુધી, આ ખેલાડીઓ વચ્ચેનો જંગ નક્કી કરશે મેચનું પરિણામ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીનો પ્રારંભ 1 જુલાઈથી થશે. આયર્લેન્ડ સામેની નિરાશાજનક હાર બાદ ટીમ ઈન્ડિયા મજબૂત વાપસી કરવા ઉતરશે. આ દરમિયાન કેટલાક ખેલાડીઓ વચ્ચેની સીધી ટક્કર મેચનું ચિત્ર બદલી શકે છે. ખાસ કરીને અભિષેક શર્મા, જોફ્રા આર્ચર, ફિલ સોલ્ટ અને જોસ બટલર પર સૌની નજર રહેશે.

| Updated on: Jun 30, 2026 | 9:57 PM
1 / 5
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ T20 મેચ ચેસ્ટર-લે-સ્ટ્રીટના રિવરસાઇડ ગ્રાઉન્ડ પર રમાશે. આયર્લેન્ડ સામે 0-2થી શ્રેણી ગુમાવ્યા બાદ ભારતીય ટીમ માટે આ શ્રેણી પ્રતિષ્ઠાનો સવાલ બની ગઈ છે.

2 / 5
પ્રથમ મોટી ટક્કર અભિષેક શર્મા અને જોફ્રા આર્ચર વચ્ચે જોવા મળશે. અભિષેક વિશ્વનો નંબર-1 T20 બેટ્સમેન છે, જ્યારે આર્ચર પોતાની ઝડપ અને બાઉન્સથી કોઈપણ બેટિંગ લાઇનઅપને મુશ્કેલીમાં મૂકી શકે છે.

3 / 5
બીજી રસપ્રદ સ્પર્ધા ફિલ સોલ્ટ અને અર્શદીપ સિંહ વચ્ચે રહેશે. સોલ્ટ શરૂઆતથી જ આક્રમક બેટિંગ માટે જાણીતો છે, જ્યારે અર્શદીપ નવી બોલથી વિકેટ લેવામાં નિષ્ણાત છે. આ મુકાબલો પાવરપ્લેમાં નિર્ણાયક બની શકે છે.

4 / 5
જોસ બટલર સામે વરુણ ચક્રવર્તીની ટક્કર પણ મેચનું મહત્વનું આકર્ષણ રહેશે. વરુણની મિસ્ટ્રી સ્પિન સામે બટલરની આક્રમક બેટિંગ કેટલી સફળ રહે છે, તેના પર ઈંગ્લેન્ડની મધ્યક્રમની મજબૂતી નિર્ભર રહેશે.

5 / 5
આ ઉપરાંત તમામની નજર 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી પર પણ રહેશે. તેને ડેબ્યૂ કરવાની તક મળે છે કે નહીં તે મોટો સવાલ છે. જો તક મળશે તો ભારતને ટોપ ઓર્ડરમાં નવી ઊર્જા મળી શકે છે અને શ્રેણીની શરૂઆત વધુ રોમાંચક બની શકે છે. (PC:PTI/X/BCCI)

Published On - 9:55 pm, Tue, 30 June 26

Follow Us