Breaking News: ઈંગ્લેન્ડમાં વૈભવ સૂર્યવંશીનું ડેબ્યૂ થશે કે નહીં? કેપ્ટન શ્રેયસ અય્યરે તોડી ચુપ્પી

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 1 જુલાઈથી શરૂ થનારી T20 શ્રેણી પહેલા 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીના આંતરરાષ્ટ્રીય ડેબ્યૂને લઈને ચર્ચા તેજ બની છે. આયર્લેન્ડ સામે તક ન મળ્યા બાદ હવે તમામની નજર ઈંગ્લેન્ડ શ્રેણી પર છે. આ દરમિયાન કેપ્ટન શ્રેયસ અય્યરે વૈભવના ડેબ્યૂ અંગે મહત્વપૂર્ણ પ્રતિક્રિયા આપી છે.

| Updated on: Jun 30, 2026 | 9:54 PM
1 / 5
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની T20 શ્રેણી 1 જુલાઈથી શરૂ થઈ રહી છે. આ શ્રેણી પહેલા સૌથી મોટો સવાલ એ છે કે યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને આખરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળશે કે નહીં.

2 / 5
આયર્લેન્ડ સામેની બે મેચની T20 શ્રેણી માટે પસંદગી છતાં વૈભવને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું નહોતું. હવે ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન તેના ડેબ્યૂની શક્યતાઓને લઈને ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

3 / 5
મેચ પૂર્વે મીડિયા સાથે વાત કરતા કેપ્ટન શ્રેયસ અય્યરે પ્લેઈંગ ઈલેવન અંગે કોઈ ખુલાસો કર્યો નહોતો. તેણે કહ્યું કે ટીમ કોમ્બિનેશન જાહેર કરી શકાય નહીં, કારણ કે આવી બાબતો ટીમની આંતરિક વ્યૂહરચનાનો ભાગ હોય છે.

4 / 5
જોકે, શ્રેયસ અય્યરે વૈભવની પ્રતિભાની ખુલ્લેઆમ પ્રશંસા કરી હતી. તેણે કહ્યું કે વૈભવ ખૂબ જ પ્રતિભાશાળી ખેલાડી છે અને જ્યારે પણ તેને તક મળશે ત્યારે તે ચોક્કસપણે પોતાના પ્રદર્શનથી પ્રભાવિત કરશે.

5 / 5
વૈભવ સૂર્યવંશીએ IPLમાં શાનદાર રમત બતાવીને ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવ્યું છે. પ્રથમ સિઝન પછી બીજી સીઝનમાં તેણે 776 રન બનાવી ઓરેન્જ કેપ જીતી હતી. હવે જો તેને ઈંગ્લેન્ડ સામે ડેબ્યૂ કરવાની તક મળે, તો તે સચિન તેંડુલકરના સૌથી નાની ઉંમરે ભારત માટે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કરવાના રેકોર્ડને પડકાર આપી શકે છે. (PC:PTI/X/BCCI)

Published On - 9:25 pm, Tue, 30 June 26

Follow Us