Breaking News: ટીમ ઈન્ડિયાની સિરીઝમાં થશે મોટો ફેરફાર! આ મેચની તારીખ બદલાશે?

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે સપ્ટેમ્બરમાં રમાનારી ત્રણ મેચની T20 સિરીઝના કાર્યક્રમમાં ફેરફાર થઈ શકે છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ એક મેચની તારીખ બદલવા પર વિચાર કરી રહ્યું છે. તેનું મુખ્ય કારણ શું છે? ચાલો જાણીએ.

| Updated on: Aug 13, 2026 | 4:13 PM
1 / 5
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની T20 સિરીઝ 13થી 17 સપ્ટેમ્બર દરમિયાન નવી દિલ્હીમાં રમાવાની છે. ત્રણેય મેચ અરુણ જેટલી સ્ટેડિયમમાં યોજાશે.

2 / 5
હાલના કાર્યક્રમ મુજબ પ્રથમ મેચ 13 સપ્ટેમ્બરે, બીજી મેચ 15 સપ્ટેમ્બરે અને ત્રીજી મેચ 17 સપ્ટેમ્બરે રમાવાની છે.

3 / 5
જોકે, અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ 15 સપ્ટેમ્બરની મેચને બદલે 14 સપ્ટેમ્બરે યોજવા અંગે વિચાર કરી રહ્યું છે. 14 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી હોવાથી વધુ દર્શકો આવે તેવી અપેક્ષા છે.

4 / 5
રજાના દિવસે મેચ યોજાય તો ટિકિટ વેચાણમાં પણ વધારો થઈ શકે છે. આથી અફઘાન બોર્ડને વધુ આવક થવાની આશા છે. જોકે, તારીખ બદલવા માટે BCCIની મંજૂરી જરૂરી રહેશે.

5 / 5
આ સિરીઝની ખાસ વાત એ છે કે તેનું આયોજન ભારતમાં થશે, પરંતુ યજમાન અફઘાનિસ્તાન હશે. એટલે ટીમ ઈન્ડિયા પોતાના જ દેશમાં મહેમાન તરીકે રમશે. ત્રણેય મેચ નવી દિલ્હીમાં યોજાશે. (PC:PTI/X)

Follow Us
Loading...
Unable to load recommendations.