
ત્રીજી T20માં ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાનને 127 રનથી હરાવ્યું અને શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ કર્યું.

ત્રીજી T20માં અભિષેક શર્માએ અફઘાનિસ્તાન સામે 30 બોલમાં સદી ફટકારીને સૌથી ઝડપી સદીનો રેકોર્ડ તોડ્યો હતો.

આ દમદાર સદી સાથે જ અભિષેક શર્માએ વિરાટ કોહલી અને રોહિત શર્માને પણ પાછળ છોડી દીધા હતા.

અભિષેકની T20માં આ 10મી સદી છે. આ સાથ તેણે T20માં સૌથી વધુ સદી મામલે વિરાટ કોહલીની બરાબરી કરી હતી, પણ કોહલીએ 10 T20 સદી સુધી પહોંચવામાં 413 ઇનિંગ લીધી હતી જ્યારે અભિષેકે ફક્ત 205 ઇનિંગ લીધી, એટલે અભિષેકે આ મામલે કોહલીને પાછળ છોડ્યો હતો.

અફઘાનિસ્તાન સામે અભિષેકે તેના 94.44 ટકા રન છગ્ગા અને ચોગ્ગાથી બનાવ્યા હતા. તેણે 108 માંથી 102 રન બાઉન્ડ્રીથી બનાવ્યા અને રોહિતનો રેકોર્ડ તોડ્યો. જ્યારે રોહિતે 2017 માં શ્રીલંકા સામે 118 રનની ઇનિંગમાં 108 રન બાઉન્ડ્રીથી બનાવ્યા હતા. રોહિતે 91.53 ટકા રન છગ્ગા-ચોગ્ગાથી બનાવ્યા હતા. એટલે અભિષેકે આ મામલે રોહિતને પાછળ છોડ્યો હતો.

અભિષેક શર્મા એકમાત્ર ભારતીય બેટ્સમેન છે જેણે T20 ક્રિકેટમાં બે વાર આખી વિરોધી ટીમ કરતા વધુ રન બનાવ્યા છે.

અભિષેકે અફઘાનિસ્તાન સામે 108 રન બનાવ્યા હતા જ્યારે અફઘાન ટીમ 94 રનમાં ઓલઆઉટ જ થઈ ગઈ હતી.

આ પહેલા 2025માં અભિષેકે ઈંગ્લેન્ડ સામે 135 રન બનાવ્યા હતા અને ઈંગ્લેન્ડ ટીમ ફક્ત 97 રન જ બનાવી શકી હતી. (PC:PTI/X)
Published On - 4:41 pm, Fri, 18 September 26