Breaking News: 18 વર્ષથી IPL માં પાકિસ્તાની ખેલાડીઓ પર છે પ્રતિબંધ, પહેલી સિઝનમાં રમ્યા હતા કેટલા ખેલાડી?

ધ હંડ્રેડ ઓક્શનમાં ભારતીય માલિકીની ટીમ દ્વારા પાકિસ્તાની ખેલાડીને ખરીદવામાં આવતા વિવાદ સર્જાયો છે. IPLમાં છેલ્લા 18 વર્ષથી પાકિસ્તાની ખેલાડીઓ પર પ્રતિબંધ છે. IPLની સૌપ્રથમ સિઝનમાં પાકિસ્તાની ખેલાડીઓ રમ્યા હતા.

| Updated on: Mar 13, 2026 | 5:23 PM
1 / 5
લંડનમાં યોજાયેલા ધ હંડ્રેડ લીગના ઓક્શનમાં સનરાઈઝર્સ લીડ્સની માલકિન કાવ્યા મારને પાકિસ્તાની સ્પિનર અબરાર અહેમદને ટીમમાં સામેલ કર્યો. IPL છેલ્લા 18 વર્ષથી પાકિસ્તાની ખેલાડીઓ પર પ્રતિબંધ છે અને હવે ભારતીય માલિકીની ટીમ દ્વારા પાકિસ્તાની ખેલાડીને ખરીદવામાં આવતા મોટો વિવાદ સર્જાયો છે.

2 / 5
2008માં થયેલા મુંબઈ આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં ભારે તણાવ સર્જાયો હતો. તેના પગલે IPLમાં પાકિસ્તાની ખેલાડીઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો. ત્યારથી છેલ્લા લગભગ 18 વર્ષથી કોઈ પાકિસ્તાની ક્રિકેટર IPLમાં રમતો જોવા મળ્યો નથી.

3 / 5
તાજેતરના વર્ષોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ અનેક વખત જોવા મળ્યો છે. પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ બંને દેશો વચ્ચે સ્થિતિ વધુ તંગ બની હતી. એશિયા કપ અને T20 વર્લ્ડ કપ જેવી ટૂર્નામેન્ટોમાં પણ ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવી વિરોધ નોંધાવ્યો હતો.

4 / 5
જો IPLના ઇતિહાસ પર નજર કરીએ તો પહેલી સિઝન 2008માં કુલ 11 પાકિસ્તાની ખેલાડીઓએ ભાગ લીધો હતો. તેમાં શાહિદ આફ્રિદી ડેકન ચાર્જર્સ તરફથી રમ્યો હતો, જ્યારે શોએબ અખ્તર, સલમાન બટ્ટ, ઉમર ગુલ અને મોહમ્મદ હફીઝ કોલકાતા નાઈટ રાઈડર્સનો ભાગ હતા.

5 / 5
મિસ્બાહ-ઉલ-હક રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે રમ્યો હતો, જ્યારે મોહમ્મદ આસિફ અને શોએબ મલિક દિલ્હી ડેરડેવિલ્સમાં હતા. રાજસ્થાન રોયલ્સ તરફથી સોહેલ તનવીર, કામરાન અકમલ અને યુનિસ ખાન રમ્યા હતા. હવે અબરાર અહેમદની ખરીદીથી ફરી એકવાર આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે. (PC:PTI/X)

Follow Us
Loading...
Unable to load recommendations.