Breaking News: ગુજરાત ટાઈટન્સના ‘સુપર-6’, જેમણે શુભમન ગિલની GT ને IPL 2026 ટ્રોફીની દાવેદાર બનાવી

ગુજરાત ટાઈટન્સે સતત બીજી સિઝનમાં પ્લેઓફમાં સ્થાન મેળવ્યું છે, અને આ વખતે તેઓએ ટોપ-2 માં સ્થાન નિશ્ચિત કર્યું છે. શુભમન ગિલ અને કાગીસો રબાડા ઘણીવાર ગુજરાતની સફળતાના મુખ્ય આધારસ્તંભ હોય છે, પરંતુ ટીમની સફળતા છ ખેલાડીઓની આસપાસ ફરે છે. ચાલો જાણીએ કોણ છે આ છ ખેલાડીઓ.

| Updated on: May 22, 2026 | 5:35 PM
1 / 8
ફક્ત પાંચ સિઝન, એક ટાઈટલ, એક રનર-અપ ફિનિશ, અને કુલ ચાર પ્લેઓફ. આ IPL ની બે નવી ટીમોમાંથી એક ગુજરાત ટાઈટન્સનો રેકોર્ડ છે. તેમની પહેલી જ સિઝનમાં ટાઈટલ જીત્યા પછી, ગુજરાત ટાઈટન્સ ફરી એકવાર પ્લેઓફમાં પહોંચી ગયું છે.

2 / 8
શુભમન ગિલના નેતૃત્વમાં આ સતત બીજી સિઝન છે જેમાં ટીમ પ્લેઓફ રાઉન્ડમાં પહોંચી છે. પરંતુ આ વખતે ગુજરાતના 'સુપર-6' ને કારણે ટીમ ટાઈટલ માટે મજબૂત દાવેદાર દેખાઈ રહી છે, જેમણે બેટિંગ-બોલિંગમાં દમદાર પ્રદર્શન કર્યું છે.

3 / 8
આ બધું કેપ્ટન શુભમન ગિલથી શરૂ થાય છે , જે ફક્ત મજબૂત કેપ્ટનશીપ જ નહીં, પણ બેટથી પણ કમાલ કરી રહ્યો છે. ગિલે આ સિઝનમાં ફક્ત 13 ઈનિંગ્સમાં 47 ની સરેરાશ અને 161 ના સ્ટ્રાઈક રેટ સાથે 616 રન બનાવ્યા છે. તેણે છ વાર પચાસથી વધુ રન કર્યા છે અને હાલમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં બીજા ક્રમે છે.

4 / 8
ગિલના ઓપનિંગ પાર્ટનર સાઈ સુદર્શને પણ ટીમની સફળતામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ડાબા હાથનો આ બેટ્સમેન સતત રન બનાવી રહ્યો છે, જેનાથી ટીમ મોટા સ્કોર સુધી પહોંચી શકે છે અથવા રન ચેઝમાં મદદ કરી શકે છે. સુદર્શને 14 ઇનિંગ્સમાં 49 ની સરેરાશથી 638 રન બનાવ્યા છે, અને તે સૌથી વધુ રન બનવાનાર બેટ્સમેન છે. તેણે સાત અડધી સદી અને એક સદી પણ ફટકારી છે.

5 / 8
ગિલ અને સાઈ બાદ ઈંગ્લેન્ડના વિકેટકિપર બેટ્સમેન જોસ બટલરે બેટિંગમાં ધમાલ મચાવી છે. સિઝનની ધીમી શરૂઆત પછી બટલરે ઝડપથી રીધમ પકડી, જેના કારણે ગુજરાતની બેટિંગમાં સતત સુધારો થયો. બટલરે અત્યાર સુધીમાં 14 ઇનિંગ્સમાં 469 રન બનાવ્યા છે, જેમાં ચાર અડધી સદી સામેલ છે.

6 / 8
જેમ ત્રણ ખેલાડીઓ બેટિંગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યા છે, તેમ બોલિંગમાં પણ ત્રણ સ્ટાર્સ ચમક્યા છે. આ ટીમમાં સ્ટાર ફાસ્ટ બોલર કાગીસો રબાડાનો સમાવેશ થાય છે, જેણે આ સિઝનમાં 14 ઈનિંગ્સમાં 24 વિકેટ લીધી છે અને ભુવનેશ્વર કુમાર સાથે સૌથી બધું વિકેટ લેનાર બોલર છે. રબાડાએ લગભગ દરેક મેચમાં, ખાસ કરીને પાવરપ્લેમાં વિકેટ લઈને ટીમને મજબૂત શરૂઆત આપી છે. રબાડાએ સિઝનમાં 147 ડોટ બોલ ફેંક્યા છે.

7 / 8
સ્ટાર સ્પિનર ​​રાશિદ ખાને આ સિઝનમાં વિકેટ તો લીધી છે પણ રન આપવાના મામલે તે થોડો મોંઘો સાબિત થયો છે.  રાશિદ તેના લેવલનું પ્રદર્શન કરી શક્યો નથી, પરંતુ તેણે કેટલીક મેચોમાં એકલા હાથે પોતાની ટીમને જીતાડી છે. 14 ઈનિંગ્સમાં 19 વિકેટ સાથે તે પર્પલ કેપની રેસમાં ચોથા સ્થાને પહોંચી ગયો છે.

8 / 8
ટીમના મુખ્ય બોલર મોહમ્મદ સિરાજે સતત બેટ્સમેનોને મુશ્કેલીમાં મૂક્યા છે અને ટીમની સફળતામાં ફાળો આપ્યો છે. સિરાજે ચેન્નાઈ સામે 10 બોલમાં 3 વિકેટ ઝડપીને 89 રનની જીતનો પાયો નાખ્યો હતો. કુલ મળીને તેણે 14 ઇનિંગ્સમાં 17 વિકેટ લીધી છે. તેણે સિઝનમાં સૌથી વધુ 148 ડોટ બોલ પણ ફેંક્યા છે. (PC:PTI/X/GT)

Follow Us