Breaking News : IPL માં 18 વર્ષ જૂની પરંપરા તૂટી, ઈતિહાસમાં પહેલીવાર આવું બન્યું

IPL 2026, GT vs CSK: IPL 2026 ની 66 મી મેચમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મુકાબલો યોજાયો. આ મેચમાં 18 વર્ષ જૂની IPL પરંપરા તૂટી હતી.

| Updated on: May 23, 2026 | 6:07 PM
1 / 6
IPL 2026 માં પોતાની છેલ્લી લીગ મેચમાં રમવા ચેન્નાઈ સુપર કિંગ્સ ગુજરાત ટાઈટન્સ સામે મેદાનમાં ઉતર્યું. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ શરૂ થતાની સાથે જ લાંબા સમયથી ચાલતી એક પરંપરા તૂટી ગઈ.

2 / 6
18 વર્ષમાં આ પહેલીવાર બન્યું છે કે મહેન્દ્ર સિંહ ધોનીએ સમગ્ર IPL સિઝનમાં એક પણ લીગ મેચ નથી રમ્યો. ધોની ઈજાને કારણે IPL 2026 ની શરૂઆતથી જ ગેમથી બહાર છે, જે CSK માટે મોટો ફટકો છે.

3 / 6
સિઝન શરૂ થાય તે પહેલા પ્રિ-સિઝન કેમ્પ દરમિયાન ધોનીને ઈજા થઈ હતી. ટીમ મેનેજમેન્ટને શરૂઆતમાં આશા હતી કે તે ફક્ત બે અઠવાડિયામાં સાજો થજ જશે. જોકે, ઈજા વધુ ગંભીર હતી. ધોનીએ વાપસીનો પ્રયાસ કર્યો, જેનાથી ઈજા વધુ ખરાબ થઈ.

4 / 6
ત્યારબાદ લીગ સ્ટેજની અંતિમ મેચો દરમિયાન તેને અંગૂઠામાં નવી ઈજા થઈ. ઈજા બાદ ધોની રાંચી પાછો ફર્યો. ટીમે જણાવ્યું છે કે જો CSK પ્લેઓફમાં પહોંચે તો ધોની ટીમમાં ફરી જોડાઈ શકે છે, પરંતુ હાલમાં તેને અંગૂઠામાં ઈજા છે.

5 / 6
એમએસ ધોની લીગનાનો સૌથી વધુ ઉંમરનો અને સૌથી વધુ કેપ્ડ ખેલાડીઓ છે. તેણે દરેક IPL સિઝનમાં 10 થી વધુ મેચ રમી છે. જોકે, આ પહેલીવાર છે જ્યારે તેની આખી સિઝન એક પણ લીગ મેચ રમ્યા વિના સમાપ્ત થઈ છે.

6 / 6
ધોનીએ અત્યાર સુધી IPLમાં 278 મેચ રમી છે, જેમાં તેણે 5,439 રન બનાવ્યા છે. તેણે પોતાની કેપ્ટનશીપ હેઠળ ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચ વાર IPL ચેમ્પિયન બનાવ્યું છે.  (PC:PTI/X)

Published On - 8:14 pm, Thu, 21 May 26

Follow Us