Breaking News: આ ટીમ ઈન્ડિયા છે કે ગુજરાત ટાઈટન્સ? શુભમન ગિલની GT ના આટલા બધા ખેલાડીઓ ભારતીય ટીમમાં સામેલ

IPL 2026 દરમિયાન ભારતીય ટીમની પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે સ્વાભાવિક રીતે જ દરેક ટીમમાંથી કેટલા ખેલાડીઓની પસંદગી કરવામાં આવે તે અંગે ચર્ચાઓ શરૂ થઈ. મોટાભાગની ફ્રેન્ચાઈઝીના એક કે બે ખેલાડીઓની પસંદગી લગભગ થાય જ છે, પરંતુ ટેસ્ટ અને ODI કેપ્ટન શુભમન ગિલની ગુજરાત ટાઈટન્સ ટીમમાંથી સૌથી વધુ ખેલાડીઓની ટીમ ઈન્ડિયા પસંદગી થઈ છે.

| Updated on: May 19, 2026 | 9:02 PM
1 / 5
અફઘાનિસ્તાન સામેની એક ટેસ્ટ અને ત્રણ વનડે મેચની શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. બંને ટીમોમાં કેટલાક નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ એક નોંધપાત્ર બાબત એ છે કે આ બંને ટીમમાં કેપ્ટન શુભમન ગિલનો પ્રભાવ જોવા મળ્યો છે.

2 / 5
ટીમ ઈન્ડિયાની જાહેરાત IPL 2026 દરમિયાન જ કરવામાં આવી હતી, તેથી દરેક ફ્રેન્ચાઈઝીમાંથી કેટલા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો તે અંગે ચર્ચા થવી સ્વભાવિક છે. બંને ટીમોને જોતા જે ફ્રેન્ચાઈઝીનો દબદબો જોવા મળ્યો, તે ગિલની કેપ્ટનશીપમાં ગુજરાત ટાઈટન્સ છે.

3 / 5
ટેસ્ટ ટીમ માટે 15 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે, જેમાંથી અડધા ગુજરાતના છે. કેપ્ટન ગિલ સહિત સાત ખેલાડીઓ ગુજરાત ટાઈટન્સના  છે. GT ના ગિલ, સાઈ સુદર્શન, વોશિંગ્ટન સુંદર, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ, માનવ સુથાર અને ગુરનુર બ્રાર ટેસ્ટ ટીમમાં સામેલ છે.

4 / 5
કેપ્ટન ગિલનો પ્રભાવ ODI માં પણ જોવા મળ્યો છે. વનડે ટીમમાં GT ના ચાર ખેલાડીઓ છે. શુભમન ગિલ ઉપરાંત, પ્રસિદ્ધ કૃષ્ણા, વોશિંગ્ટન સુંદર અને ગુર્નુર બ્રારને પણ 14 ખેલાડીઓની ODI ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

5 / 5
શ્રેણીની વાત કરીએ તો IPL 2026 પછી તરત જ શુભમન ગિલના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમ પહેલા 6 જૂનથી અફઘાનિસ્તાન સામે ટેસ્ટ મેચ રમશે. ત્યારબાદ 14, 17 અને 20 જૂને ODI શ્રેણીની મેચ રમાશે. (PC: PTI/Getty Images)

Published On - 9:00 pm, Tue, 19 May 26

Follow Us