Breaking News Asian Games 2026: ભારત-જાપાન T20 મેચ નહીં રમાય? કેપ્ટન શ્રેયસ અય્યર પણ ચિંતિત

ભારત અને જાપાન વચ્ચે 22 સપ્ટેમ્બરે સાનો સ્ટેડિયમમાં એકમાત્ર T20 મેચ રમાવાની છે. જોકે, મેચ પહેલાં જ હવામાન ચિંતાનો વિષય બન્યું છે. ભારે વરસાદની આગાહીને કારણે ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે પણ મેચને લઈને ચિંતા વ્યક્ત કરી છે. વરસાદના કારણે ભારતનું પ્રેક્ટિસ સત્ર પણ રદ કરવામાં આવ્યું છે, જ્યારે મેદાનની ડ્રેનેજ વ્યવસ્થાને લઈને પણ સવાલો ઊભા થયા છે.

| Updated on: Sep 21, 2026 | 5:35 PM
1 / 8
ભારત અને જાપાન વચ્ચેની T20 મેચ પર વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે. ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે પણ હવામાનને લઈને ચિંતા વ્યક્ત કરી છે.

2 / 8
સાનો સ્ટેડિયમમાં 22 સપ્ટેમ્બરે બંને ટીમો વચ્ચે એકમાત્ર T20 મેચ રમાવાની છે. ભારતીય સમય મુજબ મેચ સવારે 9:30 વાગ્યે શરૂ થશે.

3 / 8
મેચ પહેલાં શ્રેયસ અય્યરે કહ્યું હતું કે ટીમ જાપાન સામે રમવા માટે ઉત્સાહિત છે. જોકે, તેણે આશા વ્યક્ત કરી હતી કે વરસાદ મેચમાં વિઘ્ન નહીં બને.

4 / 8
શ્રેયસ અય્યરે કહ્યું કે ભારત પ્રથમ વખત જાપાન સામે રમી રહ્યું છે. ટીમને અહીંની પરિસ્થિતિ અને પીચ વિશે વધારે માહિતી નથી, પરંતુ તે સારી મેચની અપેક્ષા રાખી રહ્યો છે.

5 / 8
સાનોમાં હવામાન સતત બદલાઈ રહ્યું છે. હવામાન અહેવાલો મુજબ સોમવાર બાદ મંગળવારે પણ વરસાદની શક્યતા છે, જેના કારણે મેચ દરમિયાન પણ મુશ્કેલી ઊભી થઈ શકે છે.

6 / 8
ભારે વરસાદને કારણે ભારતીય ટીમે મેચ પહેલાંનું પ્રેક્ટિસ સત્ર પણ રદ કરવું પડ્યું છે. જો વરસાદથી મેદાનનું આઉટફિલ્ડ ખરાબ થાય તો મેચ શરૂ કરવામાં મુશ્કેલી પડી શકે છે.

7 / 8
સાનોના મેદાનની ડ્રેનેજ વ્યવસ્થાને લઈને પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આવી સ્થિતિમાં વરસાદની અસર મેચના આયોજન પર કેટલી થાય છે, તેના પર સૌની નજર રહેશે.

8 / 8
હવામાનની ચિંતા વચ્ચે શ્રેયસ અય્યર જાપાનની સુંદરતાથી મોહિત થઈ ગયો છે. તેણે અહીંના લોકોના આતિથ્ય અને જાપાનની સંસ્કૃતિની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે આ અનુભવ ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ કે ન્યૂઝીલેન્ડ કરતાં અલગ છે. (PC:PTI/X)

Published On - 5:34 pm, Mon, 21 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.