
19 સપ્ટેમ્બરથી જાપાનના આઈચી-નાગોયામાં એશિયન ગેમ્સ 2026 શરૂ થશે.

પરંતુ એશિયન ગેમ્સ 2026માં મહિલા ક્રિકેટ સ્પર્ધા બે દિવસ પહેલા એટલે કે 17 સપ્ટેમ્બરથી શરૂ થશે.

મહિલા ક્રિકેટ સ્પર્ધાની ફાઇનલ 22 સપ્ટેમ્બરે યોજાશે અને ટીમ ઇન્ડિયા ફરી એકવાર ગોલ્ડ મેડલ માટે મજબૂત દાવેદાર બનશે.

ભારતે ચીનમાં 2023માં યોજાયેલ એશિયન ગેમ્સમાં શ્રીલંકાને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે ફરી ટીમ ઇન્ડિયા ગોલ્ડ મેડલ જીતવા મેદાનમાં ઉતરશે.

ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશને 2026 એશિયન ગેમ્સના ક્વાર્ટર ફાઇનલમાં સીધો પ્રવેશ મળ્યો છે.

ભારતીય ટીમ 18 સપ્ટેમ્બરે જાપાન સામે પહેલી મેચ રમશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 5:30 વાગ્યે રમાશે.

ત્યારબાદ, 20 સપ્ટેમ્બરે બે સેમિફાઇનલ રમાશે. 22 સપ્ટેમ્બરે, બ્રોન્ઝ મેડલ મેચ રમાશે અને ગોલ્ડ મેડલ ફાઇનલ રમાશે.

ટીમ ઈન્ડિયા એશિયન ગેમ્સમાં સૌથી મજબૂત ટીમ તરીકે પ્રવેશ કરશે. આ ભારતીય ટીમને હરાવવું ખૂબ જ મુશ્કેલ છે. (PC:PTI/X)
Published On - 7:37 pm, Wed, 16 September 26