Breaking News : IPLના 19 વર્ષના ઈતિહાસમાં આ ટીમે ક્યારેય કોઈ પાકિસ્તાની ખેલાડીને ટીમમાં સામેલ કર્યો નથી ?

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની અસર ક્રિકેટ જગતમાં પણ જોવા મળે છે. ખાસ કરીને IPLમાં પાકિસ્તાની ખેલાડીઓની ગેરહાજરી લાંબા સમયથી ચર્ચાનો વિષય રહી છે. હાલમાં ઈંગ્લેન્ડમાં યોજાનાર ધ હન્ડ્રેડ લીગના ઓક્શનમાં SRH દ્વારા પાકિસ્તાની ખેલાડીને ખરીદવામાં આવ્યા બાદ ભારે વિવાદ સર્જાયો હતો. જો કે 19 વર્ષની IPL સફરમાં એક એવી ફ્રેન્ચાઇઝી છે, જેણે શરૂઆતથી જ કોઈપણ પાકિસ્તાની ખેલાડીને તક આપી નથી. જાણો આ ટીમ કઈ છે.

| Updated on: Mar 23, 2026 | 3:09 PM
1 / 6
IPL 2008માં શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં અનેક ફેરફારો અને નવા રેકોર્ડ્સ જોવા મળ્યા છે. દુનિયાભરના પ્રતિભાશાળી ક્રિકેટરો આ લીગમાં ભાગ લે છે. પહેલી સિઝનમાં પાકિસ્તાની ખેલાડીઓ પણ આ લીગનો ભાગ રહ્યા હતા, પરંતુ બાદમાં પરિસ્થિતિઓ બદલાઈ ગઈ અને તેઓ IPLથી બેન થયા.

2 / 6
પહેલી સિઝનમાં દિલ્હી ડેરડેવિલ્સ, રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ જેવી ટીમોમાં પાકિસ્તાની ખેલાડીઓનો સમાવેશ થયો હતો. IPLની પ્રથમ સિઝનમાં પર્પલ કેપ જીતનાર ખેલાડી પણ પાકિસ્તાનનો હતો.

3 / 6
આ બધાની વચ્ચે, એક ટીમ એવી રહી છે જેણે શરૂઆતથી જ પાકિસ્તાની ખેલાડીઓથી દૂર રહેવાનો નિર્ણય લીધો. આ ટીમ છે મુંબઈ ઈન્ડિયન્સ. પાંચ વખતની ચેમ્પિયન રહી ચૂકેલી આ ફ્રેન્ચાઇઝીએ ક્યારેય પોતાના સ્ક્વોડમાં પાકિસ્તાની ખેલાડીનો સમાવેશ કર્યો નથી.

4 / 6
મુંબઈ ઈન્ડિયન્સ IPLની સૌથી સફળ ટીમોમાંથી એક છે અને તેમણે પોતાની મજબૂત ટીમ કમ્બિનેશન  અને સ્ટ્રેટેજી દ્વારા પાંચ વખત ખિતાબ જીત્યો છે. ખાસ વાત એ છે કે, તેમણે ક્યારેય પાકિસ્તાની ખેલાડીઓને ટીમમાં સ્થાન આપ્યું નથી, જે તેને અન્ય ટીમોથી અલગ બનાવે છે.

5 / 6
મુંબઈ ઈન્ડિયન્સની માલિકીની ટીમો વિશ્વભરની વિવિધ T20 લીગોમાં પણ ભાગ લે છે. SA20, ILT20 અને અન્ય લીગોમાં પણ આ ફ્રેન્ચાઇઝી સક્રિય છે. આ તમામ ટીમોમાં પણ પાકિસ્તાની ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

6 / 6
જો કે, UAEમાં યોજાતી ILT20 લીગ માટે એક વખત મુંબઈએ પાકિસ્તાનના ઉસ્માન ખાનને ટીમમાં સામેલ કર્યો હતો. આ એકમાત્ર અપવાદ માનવામાં આવે છે. તે સિવાય, મુંબઈ ઈન્ડિયન્સે IPL સહિત અન્ય મોટા મંચ પર પાકિસ્તાની ખેલાડીઓથી અંતર જાળવી રાખ્યું છે. (PC:PTI/X)

Follow Us