
રોહિત બરાબર એ જ રીતે આઉટ થયો હતો જે રીતે તેને ગયા ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઝડપી બોલર પેટ કમિન્સે આઉટ કર્યો હતો. ફરક એ હતો કે આ વખતે બોલર કમિન્સ જેવો અનુભવી અને વિશ્વ ક્રિકેટનો દિગ્ગજ બોલર નહોતો, પરંતુ જમ્મુ-કાશ્મીરનો અજાણ્યો ચહેરો ઓમર નઝીર હતો.

લગભગ 6 ફૂટ 4 ઈંચ ઉંચા આ બોલરે રોહિતને ઘણો પરેશાન કર્યો અને પછી તેને આઉટ પણ કર્યો. પરંતુ બધાને આશ્ચર્ય થયું કે રોહિત જેવા દિગ્ગજ બેટ્સમેનની વિકેટ લીધા પછી પણ ઉમર કે તેના સાથી ખેલાડીઓએ કોઈ રીતે ઉજવણી કરી ન હતી.

દિવસની રમત પૂરી થયા બાદ આ બોલરે દિલ જીતી લેનારું કારણ આપ્યું. ઉમરે કહ્યું, "મેં રોહિત શર્માની વિકેટ લીધા પછી તેની ઉજવણી નથી કરી કારણ કે હું તેનો મોટો ફેન છું. તેની વિકેટ લેવી મારા માટે ખૂબ જ ખાસ છે. હું પ્રથમ વખત તેની સામે બોલિંગ કરી રહ્યો હતો." (All Photo Credit : X / PTI)