
શુભમન ગિલને પણ બ્રિસ્બેનમાં ભારે નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હતો અને તે 4 સ્થાન નીચે 20મા સ્થાને આવી ગયો છે.

રોહિત શર્માની હાલત વધુ ખરાબ છે. આ ખેલાડી ટોપ 30માંથી બહાર છે. રોહિત શર્મા પાંચ સ્થાન ઘટીને 35મા સ્થાને આવી ગયો છે.

યશસ્વી જયસ્વાલે પણ એક સ્થાન ગુમાવ્યું છે અને તે પાંચમા સ્થાને સરકી ગયો છે.

ICC ટેસ્ટ રેન્કિંગમાં જસપ્રીત બુમરાહ નંબર 1 બોલર તરીકે યથાવત છે. બુમરાહના રેટિંગ પોઈન્ટ વધીને 904 થઈ ગયા છે. (All Photo Credit : PTI )
Published On - 5:32 pm, Wed, 25 December 24