
આ પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે PSL 2025 અનિશ્ચિત સમય માટે રદ્દ કરી દીધું હતું. ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને ધ્યાનમાં રાખીને બોર્ડે આ નિર્ણય લીધો હતો.

અગાઉ, PCBએ પાકિસ્તાનની બહાર UAEમાં PSLનું આયોજન કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ UAEના ઈનકાર બાદ, PCBએ આ લીગને આગામી આદેશ સુધી મુલતવી રાખી હતી.

જ્યારે પાકિસ્તાને ભારત પર ડ્રોનથી હુમલો કર્યો ત્યારે ભારતે યોગ્ય જવાબ આપ્યો અને પાકિસ્તાન પર ડ્રોનથી હુમલો કરવાનું શરૂ કર્યું. આનાથી રાવલપિંડી સ્ટેડિયમને ઘણું નુકસાન થયું અને PCBએ તાત્કાલિક અસરથી PSL મેચો બંધ કરવી પડી.

ભારત અને પાકિસ્તાનમાં સતત થઈ રહેલા ડ્રોન હુમલાઓને કારણે PSLમાં રમતા વિદેશી ખેલાડીઓ ખૂબ જ ડરી ગયા હતા. કેટલાક ખેલાડીઓ તો રડવા પણ લાગ્યા. આ વાતનો ખુલાસો બાંગ્લાદેશી ખેલાડી રિશાદ હુસૈને કર્યો હતો.

રિશાદ હુસૈને કહ્યું, "ન્યુઝીલેન્ડના ઓલરાઉન્ડર ડેરિલ મિશેલે મને કહ્યું કે તે ક્યારેય પાકિસ્તાન નહીં આવે. સેમ બિલિંગ્સ, ડેરિલ મિશેલ, કુસલ પરેરા, ડેવિડ વિઝા, ટોમ કરન જેવા ઘણા વિદેશી ખેલાડીઓ ખૂબ જ ડરી ગયા હતા. " (All Photo Credit : X / INSTAGRAM)