BCCI Awards : જસપ્રીત બુમરાહ-સ્મૃતિ મંધાના બન્યા બેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર, સચિન-અશ્વિનને મળ્યું વિશેષ સન્માન

BCCI એ 2023-24 સિઝનમાં ભારતીય ક્રિકેટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓનું સન્માન કર્યું હતું, જેમાં માત્ર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જ નહીં, પરંતુ સ્થાનિક ક્રિકેટના ઉભરતા અને અનુભવી ખેલાડીઓને પણ તેમના યાદગાર પ્રદર્શન માટે પુરસ્કારો મળ્યા હતા. BCCI એવોર્ડ્સમાં સ્મૃતિ મંધાના અને જસપ્રીત બુમરાહને વર્ષના શ્રેષ્ઠ ક્રિકેટર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. જ્યારે સચિન તેંડુલકર અને રવિચંદ્રન અશ્વિનનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

| Updated on: Feb 01, 2025 | 9:37 PM
4 / 9
2007માં BCCI એ વર્ષના શ્રેષ્ઠ પુરુષ ક્રિકેટરને સન્માનિત કરવા માટે ભૂતપૂર્વ ક્રિકેટ દિગ્ગજ પોલી ઉમરીગરના નામે આ એવોર્ડની સ્થાપના કરી. પહેલો પોલી ઉમરીગર એવોર્ડ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરને આપવામાં આવ્યો હતો. 1 ફેબ્રુઆરી 2025 ના રોજ, જસપ્રીત બુમરાહને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો.

5 / 9
બુમરાહને 2023-24 સિઝનમાં ODI વર્લ્ડ કપ, T20 વર્લ્ડ કપ અને ટેસ્ટ ક્રિકેટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ આ એવોર્ડ મળ્યો હતો. બુમરાહે બીજી વખત આ ટ્રોફી જીતી છે. આ પહેલા તેમને 2018-19 સીઝન માટે પણ આ એવોર્ડ મળ્યો હતો.

6 / 9
ટીમ ઈન્ડિયાની વાઈસ કેપ્ટન અને સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાનાને બેસ્ટ ફિમેલ ઈન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો છે. મંધાનાએ તેની કારકિર્દીમાં ચોથી વખત આ એવોર્ડ જીત્યો હતો.

7 / 9
T20 વર્લ્ડ કપ જીતનાર ટીમ ઈન્ડિયાના દરેક ખેલાડીને BCCIના સ્પોન્સર ડ્રીમ 11 દ્વારા 'પર્સનલાઈઝ્ડ રિંગ' આપવામાં આવી હતી. જોકે, આ દરમિયાન વિરાટ કોહલી સહિત કેટલાક ખેલાડીઓ હાજર નહોતા.

8 / 9
ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરનાર સ્પિન ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિનને ભારતીય ક્રિકેટમાં તેના યોગદાન બદલ વિશેષ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો હતો.

9 / 9
મહાન બેટ્સમેન સચિન તેંડુલકરને કર્નલ સીકે ​​નાયડુ લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા. BCCIના ભૂતપૂર્વ સચિવ અને વર્તમાન ICC ચેરમેન જય શાહે સચિનને ​​આ ખાસ એવોર્ડ આપ્યો હતો. (All Photo Credit : PTI / GETTY)