
એશિયા કપ 2025 માટે ભારતીય ક્રિકેટ ટીમમાં પસંદગીકારોએ 15 ખેલાડીઓની પસંદગી કરીહતી. મોટા સમાચાર એ છે કે શુભમન ગિલને એશિયા કપમાં વાઈસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે.બીજા મોટા સમાચાર એ છે કે જસપ્રીત બુમરાહને પણ ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે.

ટીમ ઈન્ડિયાએ T20 ટીમમાં યશસ્વી જયસ્વાલની પસંદગી કરી નથી. ટીમ શુભમન ગિલ સાથે ગઈ છે અને તેને વાઈસ-કેપ્ટન પણ બનાવવામાં આવ્યો છે. અક્ષર પટેલ પાસેથી વાઈસ-કેપ્ટનનું પદ છીનવી લેવામાં આવ્યું છે.

જસપ્રીત બુમરાહને પણ ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. બુમરાહ ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચમાં ઘાયલ થયો હતો. આ સિવાય તેના વર્કલોડ મેનેજમેન્ટના કારણે પણ બૂમરા ખૂબ ચર્ચામાં રહ્યો છે.

વિકેટકીપર જીતેશ શર્માનું ટીમ ઈન્ડિયામાં કમબેક થયું છે. તેણે IPLમાં RCB માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે મેચ ફિનિશર તરીકે રમ્યો હતો અને અહીં પણ તેની ભૂમિકા એ જ રહેશે.

રિંકુ સિંહને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. રિંકુ આ ફોર્મેટમાં સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે જેના માટે તેને ટીમમાં સ્થાન મળ્યું છે.

ધ્રુવ જુરેલ, પ્રસિદ્ધ કૃષ્ણા, યશસ્વી જયસ્વાલ, વોશિંગ્ટન સુંદર અને રિયાન પરાગને સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યા છે. (All Photo Credit : PTI / GETTY)
Published On - 4:14 pm, Tue, 19 August 25