
ઓલરાઉન્ડર તરીકે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને શિવમ દુબે ટીમ ઈન્ડિયાની પહેલી પસંદગી બનવા જઈ રહ્યા છે. શિવમ દુબે છેલ્લી મેચમાં ભારત માટે બીજા સૌથી સફળ બોલર પણ હતો. જ્યારે અક્ષર પટેલ પણ 1 સફળતા મેળવવામાં સફળ રહ્યો હતો.

અર્શદીપ સિંહ છેલ્લી મેચના પ્લેઈંગ 11નો ભાગ નહોતો અને ટીમમાં તેના સમાવેશ અંગે ઘણી ચર્ચા થઈ રહી છે. T20માં ભારતના સૌથી સફળ બોલર અર્શદીપને તક મળે તો સ્પિનર કુલદીપ યાદવ અથવા વરુણ ચક્રવર્તીમાંથી કોઈ એક બહાર થઈ શકે છે.

બંને સ્પિનરોએ છેલ્લી મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, કુલદીપે 2.1 ઓવરમાં સાત રન આપીને ચાર વિકેટ લીધી હતી, જ્યારે ચક્રવર્તીએ બે ઓવરમાં ચાર રન આપીને એક વિકેટ લીધી હતી.

જોકે, ટીમમાં અર્શદીપ સિંહને સ્થાન આપવા માટે, એક ઓલરાઉન્ડરને પણ બહાર કરી શકે છે. આવી સ્થિતિમાં અક્ષર પટેલ અને શિવમ દુબેમાંથી કોઈ એકને બહાર કરી શકાય છે. જે એક મોટો નિર્ણય હશે.

અથવા ટીમ ઈન્ડિયા પણ UAE સામેની જ પ્લેઈંગ 11 સાથે મેદાનમાં ઉતરી શકે છે. સ્પિનરોએ દુબઈની પીચ પર પ્રભુત્વ જમાવ્યું છે, જેના કારણે ટીમ ઈન્ડિયા ફાસ્ટ બોલર તરીકે ફક્ત જસપ્રીત બુમરાહ સાથે જ જઈ શકે છે. (All Photo Credit : PTI / GETTY)