
પછી હાર્દિક પંડ્યાએ રસિક સલામને આઉટ કર્યો. હાર્દિક પંડ્યાએ આ મેચમાં ચાર ઓવરમાં 52 રન આપીને એક વિકેટ લીધી.

અભિષેક શર્માએ તેની ઇનિંગમાં ચાર છગ્ગા અને પાંચ ચોગ્ગા ફટકાર્યા એટલે કે તેણે તેના 50 રનમાંથી 44 રન બાઉન્ડ્રીથી બનાવ્યા. તેની વિસ્ફોટક બેટિંગથી પંજાબે 20 ઓવરમાં 222 રન બનાવ્યા હતા.

આ પહેલા અભિષેકે બંગાળ સામે 52 બોલમાં 148 રન બનાવ્યા હતા. તેણે 16 છગ્ગા અને 8 ચોગ્ગા ફટકાર્યા. શર્માએ માત્ર 12 બોલમાં ફિફ્ટી અને 32 બોલમાં સદી પૂરી કરી હતી. તેણે શમી અને આકાશ દીપને ફટકાર્યા હતા.અભિષેક સારા ફોર્મમાં છે અને આફ્રિકા સામે તેની બેટિંગ પર નજર રહેશે.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની T20 શ્રેણીમાં પાંચ મેચ રમાશે. પહેલી મેચ 9 ડિસેમ્બરે કટકમાં રમાશે. બીજી મેચ 11 ડિસેમ્બરે નવા ચંદીગઢમાં રમાશે. ત્રીજી મેચ 14 ડિસેમ્બરે ધર્મશાળામાં રમાશે. ચોથી T20 17 ડિસેમ્બરે લખનૌમાં અને પાંચમી T20 19 ડિસેમ્બરે અમદાવાદમાં રમાશે. (PC: PTI)