
અગાઉ, ભારત-પાકિસ્તાન 2023 ODI વર્લ્ડ કપ મેચ 22.5 કરોડ દર્શકોએ લાઈવ સ્ટ્રીમિંગ દ્વારા જોઈ હતી. આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ડિઝની હોટસ્ટાર પર થયું હતું. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. સ્ટેડિયમમાં એક લાખથી વધુ ચાહકો હાજર હતા.

કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રીજો સૌથી વધુ 27,503 રન બનાવનાર બેટ્સમેન બન્યો. વિરાટે વનડેમાં સૌથી ઝડપી 14 હજાર રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો. કોહલી ICC ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સામે સૌથી વધુ 5 વાર 'પ્લેયર ઓફ ધ મેચ'નો એવોર્ડ જીતનાર ખેલાડી બન્યો. કોહલી ICC ODI ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સામે સૌથી વધુ 433 રન બનાવનાર ભારતીય બન્યો. હાર્દિક પંડ્યાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાં 200 અને કુલદીપ યાદવે 300 વિકેટ પૂર્ણ કરી હતી. (All Photo Credit : PTI / X)
Published On - 5:57 pm, Mon, 24 February 25