
ECBએ કહ્યું આમાં અમે 975 મિલિયન પાઉન્ડની કમાણી થઈ છે. ઈંગ્લેન્ડ બોર્ડે જણાવ્યું હતું કે, વધુ બે ભાગીદારોની ઔપચારિક પુષ્ટિ પછીથી કરવામાં આવશે.

આનાથી પહેલા મુંબઈ ઈન્ડિયન્સ,લખનઉ સુપર જાયન્ટસ અને સનરાઈઝર્સ હૈદરાબાદના ઓનર સાઉથ આફ્રિકાની ટી20 લીગની ટીમો ખરીદ્યી ચૂક્યા છે.ધ હડ્રેડ લીગમાં આ તમામને ઓક્ટોબરથી સંચાલનનો હક મળી જશે.

આ મામલે ECBના અધ્યક્ષ રિચર્ડ થૉમ્પસને કહ્યું કે, ધ હન્ડ્રેડે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ક્રિકેટના વિકાસમાં પહેલા જ મહત્વની ભૂમિકા નિભાવી છે. હવે નવા રોકાણકારોના જોડાવાથી, ઇંગ્લેન્ડ ક્રિકેટ વધુ ઝડપથી વિકાસ પામશે. આનાથી નવા ક્રિકેટ ચાહકો પણ અમારી સાથે જોડાવા માટે આકર્ષિત થશે.

તમને જણાવી દઈએ કે ધ હન્ડ્રેડની આગામી સીઝન 5 ઓગસ્ટથી શરૂ થશે.ECB એ કહ્યું કે આ કરાર રમતને પ્રોત્સાહન આપવામાં વધુ મજબૂતી આપશે.