
IPL 2025માં દંડની શરૂઆત હાર્દિક પંડ્યાથી થઈ. IPL 2025ની તેની પહેલી જ મેચમાં, તે સ્લો ઓવર રેટનો ભોગ બન્યો અને તેને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો. આ પછી પંડ્યાએ GT સામે એ જ ભૂલનું પુનરાવર્તન કર્યું. આ તેનો બીજો ગુનો હતો, તેથી 24 લાખ રૂપિયાનો દંડ થયો. હાર્દિકને કુલ 36 લાખનો દંડ થયો.

LSGના કેપ્ટન રિષભ પંતને કુલ ત્રણ વાર સ્લો ઓવર રેટ માટે દંડ ફટકારવામાં આવ્યો હતો. પહેલીવાર MI સામે 12 લાખ, બીજીવાર ફરી MI સામે 24 લાખ અને ત્રીજીવાર RCB સામે સ્લો ઓવર રેટ માટે 30 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. પંતને સ્લો ઓવર રેટ માટે કુલ 66 લાખનો દંડ થયો.

RCB કેપ્ટન રજત પાટીદારને MI સામે સ્લો ઓવર રેટનો દોષી ઠેરવવામાં આવ્યો અને 12 લાખ રૂપિયાનો દંડ થયો. પરંતુ SRH સામે આ જ ભૂલનું પુનરાવર્તન થતા તેને 24 લાખનો દંડ થયો. રજત પાટીદારને કુલ 36 લાખનો દંડ થયો.

RR કેપ્ટન સંજુ સેમસનને આ સિઝનમાં બે વાર RR ટીમ સ્લો ઓવર રેટ માટે દોષિત સાબિત થતા કુલ 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

IPL 2025માં, પાંચ કેપ્ટન એવા હતા જેમની ટીમો ઘણી વખત સ્લો ઓવર રેટ માટે દોષિત સાબિત થઈ હતી અને દરેકને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો, જેમાં RRના રિયાન પરાગ, DCના અક્ષર પટેલ, GTના શુભમન ગિલ, PBKSના શ્રેયસ અય્યર અને SRHના પેટ કમિન્સ સામેલ છે.

LSGના સ્પિનર દિગ્વેશ રાઠીને તેના નોટબુક સેલિબ્રેશન અને આક્રમક વર્તન માટે ત્રણ વખત દંડ ફટકારવામાં આવ્યો છે. IPL 2025ની 13મી મેચમાં લેવલ 1 ભૂલ માટે 25% મેચ ફી + 1 ડિમેરિટ પોઈન્ટ, 16મી મેચમાં બીજીવાર કરેલી ભૂલ માટે 50% મેચ ફી + 2 ડિમેરિટ પોઈન્ટ અને 61મી મેચમાં ત્રીજી વખત ભૂલ માટે 50% મેચ ફી + 1 મેચનો પ્રતિબંધનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

આ સિવાય અભિષેક શર્મા, વરુણ ચક્રવર્તી, ઈશાંત શર્મા અને ગ્લેન મેક્સવેલને 25% મેચ ફી + 1 ડિમેરિટ પોઈન્ટ જ્યારે મુકેશ કુમારને 10% મેચ ફી + 1 ડિમેરિટ પોઈન્ટનો દંડ કરવામાં આવ્યો હતો. (All Photo Credit : PTI)