ક્રિકેટ બોર્ડનું અંદરોઅંદરનું યુદ્ધ પહોંચ્યું કોર્ટ! એસોસિએશનમાં આવી શકે છે ‘વહીવટદાર શાસન’, હાઇકોર્ટનો મહત્વપૂર્ણ આદેશ

ક્રિકેટ એસોસિએશનને લઈને એક મહત્ત્વના કાનૂની સમાચાર સામે આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટે એસોસિએશનના વહીવટ અંગે આદેશ આપતાં સંકેત આપ્યા છે કે, ટૂંક સમયમાં અહીં વહીવટદાર (Administrator) ની નિમણૂક થઈ શકે છે.

| Edited By: | Updated on: Aug 07, 2026 | 3:57 PM
1 / 5
રાજકોટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (SCA) ને લઈને એક મોટા કાનૂની સમાચાર સામે આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટે એસોસિએશનના વહીવટ અંગે મહત્વપૂર્ણ આદેશ આપતા સંકેત આપ્યા છે કે, આગામી દિવસોમાં SCA માં વહીવટદાર (Administrator) ની નિમણૂક થઈ શકે છે

2 / 5
મળતી માહિતી મુજબ, ગુજરાત હાઇકોર્ટે મંગળવાર સુધીમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશનું નામ વહીવટદાર તરીકે સૂચવવા આદેશ કર્યો છે. હાઇકોર્ટના આ આદેશ બાદ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના વહીવટને લઈને ચર્ચાઓ તેજ બની છે.

3 / 5
આ સમગ્ર મામલો પોરબંદર ક્રિકેટ એસોસિએશન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી બાદ હાઇકોર્ટ સમક્ષ પહોંચ્યો હતો. પોરબંદર ક્રિકેટ એસોસિએશને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના વહીવટ અને ચૂંટણી પ્રક્રિયા સહિતના મુદ્દાઓને લઈને હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી.

4 / 5
આ કેસમાં નિવૃત્ત સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એમ.આર. શાહ દ્વારા સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લા ક્રિકેટ એસોસિએશનોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. બેઠક દરમિયાન વિવિધ પક્ષોની રજૂઆતો સાંભળીને તેમણે એક વિગતવાર અહેવાલ તૈયાર કરીને હાઇકોર્ટ સમક્ષ રજૂ કર્યો હોવાનું જાણવા મળે છે.

5 / 5
સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી સુનાવણી દરમિયાન સૌરાષ્ટ્રની વિવિધ ક્રિકેટ એસોસિએશન અને પૂર્વ રણજી ખેલાડીઓના મતાધિકાર અંગે પણ મહત્વપૂર્ણ નિર્ણય આવી શકે છે. આ નિર્ણય સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની ભાવિ ચૂંટણી અને વહીવટી માળખા પર સીધી અસર કરી શકે છે. હાઇકોર્ટના આદેશ બાદ હવે સૌની નજર આગામી સુનાવણી અને વહીવટદારની નિમણૂક અંગે લેવાતા નિર્ણય પર કેન્દ્રિત થઈ છે.

Published On - 3:53 pm, Fri, 7 August 26

Follow Us
Loading...
Unable to load recommendations.