Loksabha Election : સ્વતંત્ર સેનાની રહેલા પરિવારમાંથી આવતા નૈષધ દેસાઈને કોંગ્રેસે આપી નવસારીની ટિકિટ, જાણો કોણ છે આ ઉમેદવાર

|

Apr 16, 2024 | 5:00 PM

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું પ્રચાર અભિયાન શરૂ થઈ ગયું છે. ત્યારે કોંગ્રેસે નવસારીના ઉમેદવાર નૈષદ દેસાઈને ઉદેવાર તરીકે નામ જાહેર કરવામાં આવ્યુ છે. નૈષધ દેસાઈ અગાઉ પણ એક વિધાનસભા અને લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છે.

1 / 5
નવસારી બેઠક પરથી કોંગ્રેસે ભાજપના દિગ્ગજ અને કદાવર નેતા સી.આર.પાટીલ સામે નૈષધ દેસાઈને મેદાને ઉતાર્યા છે. નૈષધ દેસાઈ સ્વતંત્રતા સેનાની રહેલા પરિવારમાંથી આવે છે. શ્રમિકોના હક્ક માટે તેઓ સતત લડતા આવ્યા છે. નૈષધ દેસાઇ કોંગ્રેસના વરિષ્ઠ પ્રવક્તા રહી ચુક્યા છે. ઈનટુક પ્રેસિડેન્ટ તરીકે વર્ષો સુધી સેવારત રહ્યા છે. નવસારીથી સી.આર. પાટીલ V/S નૈષધ દેસાઈની ટક્કર જોવા મળશે.

2 / 5
કોંગ્રેસ પાર્ટીએ નવસારીમાં લોકસભા બેઠકમાં પર ઉમેદવાર તરીકે નૈષધ દેસાઈનું નામ જાહેર કર્યું છે. તેમનો જન્મ 22 જૂનના રોજ 1956ના દિવસે થયો હતો.

3 / 5
 નવસારી બેઠક પર ભાજપના સી.આર. પાટીલ V/S નૈષધ દેસાઈની ટક્કર જોવા મળશે. કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર નૈષધ દેસાઈએ  LLBનો અભ્યાસ કર્યો છે. તેમજ તેઓ સિન્ડિકેટ સભ્ય પણ રહી ચૂક્યા છે. ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ ઈન ટુકના તેઓ ગુજરાતના ચેરમેન રહી ચૂક્યા છે.

4 / 5
આ ઉપરાંત નૈષધ દેસાઈ પૂર્વ સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.નૈષદ દેસાઈ અગાઉ વિધાનસભા ચૂંટણીમાં પણ તેઓ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણીની ટિકિટ મળી હતી. સુરત પશ્ચિમથી તેઓ ચૂંટણી લડ્યા હતા અને હારી ગયા હતા.

5 / 5
નવસારી લોકસભા બેઠક પરથી કોંગ્રેસે ફરી એક વાર નૈષધ દેસાઈને તક આપી છે. જોકે વર્ષ 2014માં તેઓ સુરત લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રહ્યા હતા. તેઓની સામે ભાજપના દર્શના જરદોશ સામે ચૂંટણી લડ્યા હતા.જેમાં નૈષધ દેસાઈની હાર થઈ હતી.

Published On - 5:00 pm, Tue, 16 April 24

Next Photo Gallery