અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, એકતાનગરમાં યોજાનારી CWG-2030ના સ્થળોના નિરિક્ષણ માટે કોમનવેલ્થ સ્પોર્ટ ટિમ ગુજરાતની મુલાકાતે

આગામી 2030માં અમદાવાદ ગુજરાતમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ માટે ચાલી રહેલ તૈયારીઓ અને ભાવી આયોજનની ચકાસણી માટે, કોમનવેલ્થ સ્પોર્ટ ટિમ ગુજરાતની મુલાકાતે આવી છે. આ ટીમ, આગામી 11 એપ્રિલ સુધી ગુજરામાં કોમનવેલ્થ ગેમ્સ જ્યા જ્યાં યોજાવાની છે ત્યાં જઈને પૂર્વ તૈયારીઓ અને ભાવી આયોજન અંગે જાણકારી મેળવશે તેમજ અભ્યાસ કરશે. જરૂર પડ્યે કેટલાક ફેરફાર માટે સુચનો પણ કરશે.

| Edited By: | Updated on: Apr 08, 2026 | 1:40 PM
1 / 7
કોમનવેલ્થ સ્પોર્ટના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ રૂકરેની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની ટીમ ઇન્ડિયન ઓલમ્પિક્સ એસોશિએશનના પદાધિકારીઓ ગુજરાતની મુલાકાતે આવી છે. આ ટીમ 11 એપ્રિલ સુધી ગુજરાતમાં રોકાવાની છે.

2 / 7
કોમનવેલ્થ સ્પોર્ટના પ્રેસિડેન્ટ  ડોનાલ્ડ રૂકરે અને સીઈઓ કાટે સેડલીરે મુખ્ય પ્રધાન  ભૂપેન્દ્ર પટેલ સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 અંગેની પ્રાથમિક જાણકારી મેળવી હતી.

3 / 7
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે, વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ ટાઇમ બાઉન્ડ, ક્વોલિટીવ અને ઇફેક્ટિવ પ્લાનિંગના આપેલા મંત્રને સાકાર કરીને કોમનવેલ્થ ગેમ્સ 2030 યોજવાનું રાજ્ય સરકારનું કમિટમેન્ટ છે તેમ જણાવ્યું હતું.

4 / 7
કોમનવેલ્થ ગેમ્સ-2030 એ શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ તરીકે યોજાવાની છે, ત્યારે ગુજરાત અને અમદાવાદને મળેલુ તેનું યજમાન પદ ખૂબ જ ગૌરવપૂર્ણ છે તેનો ઉલ્લેખ કરતાં ડોનાલ્ડે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી લિડરશીપ અને રમત-ગમતને અપાઈ રહેલા પ્રોત્સાહનની પ્રસંશા કરી હતી.

5 / 7
કોમનવેલ સ્પોર્ટ્સ ટિમના પ્રેસિડેન્ટ અને સી.ઈ.ઓ.એ આગામી જુલાઈ-2026થી 2 ઓગસ્ટ-2026 સુધી ગ્લાસગોમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સના આયોજનના અભ્યાસ કરવા,  ગેમ્સના આયોજનનુ નિરીક્ષણ કરવા માટે ગ્લાસગો આપવા ભૂપેન્દ્ર પટેલને આમંત્રણ પાઠવ્યું હતું.

6 / 7

કોમનવેલ્થ ગેમ્સ 2030ના સફળ સંચાલન માટે રાજ્ય સરકાર જરૂરી બધી જ સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઝડપથી પૂરું પાડશે એવો વિશ્વાસ કોમનવેલ્થ સ્પોર્ટ ટિમ અને ઇન્ડિયન ઓલમ્પિક એસોસિએશનને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આપ્યો હતો.

7 / 7
ગુજરાતની મુલાકાતે આવેલ કોમનવેલ્થ સ્પોર્ટ ડેલીગેશન, આગામી કોમનવેલ્થ ગેમ્સ-2030ની રમતો જ્યાં યોજાવાની છે તે અમદાવાદના વીર સાવરકર કોમ્પ્લેક્સ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, એકા એરેના તેમજ વડોદરા ક્રિકેટ સ્ટેડિયમ અને એકતા નગર-સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચાલી રહેલ પૂર્વ તૈયારીઓના નિરીક્ષણ અને અભ્યાસ માટે સાઇટ વિઝીટ કરશે.

Follow Us