ગીર સોમનાથના કલેક્ટરે કાર્યભાળ સંભાળતા જ સોમનાથ તીર્થની સફાઈ કરી સ્વચ્છતાને આપ્યો સંદેશ- તસવીરો

|

Feb 08, 2024 | 4:46 PM

ગીરસોમનાથના કલેક્ટરે કાર્યભાળ સંભાળતા જ સોમનાથ તીર્થની સફાઈ કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો છે. તેમણે સર્કિટ હાઉસથી સોમનાથ મંદિર સુધીના રોડ પર સફાઈ અભિયાન હાથ ધર્યુ હતુ. પ્રભાસતીર્થ આવતા પ્રવાસીઓ જિલ્લાની સ્વચ્છ છબી લઈને જાય ઉદ્દેશ્ય સાથે સફાઈ અભિયાન હાથ ધર્યુ હતુ.

1 / 6
ગીરસોમનાથમાં કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ આવી પ્રથમ શરૂઆત સોમનાથ તીર્થમાં સફાઈ અભિયાનથી કરી છે.

2 / 6
દરિયા કિનારા પર નવા સર્કિટ હાઉસથી સોમનાથ મંદિર રોડ પર સફાઈ અભિયાન તેમની ઉપસ્થિતિમાં હાથ ધર્યુ હતુ.

3 / 6
પ્રભાસતીર્થ પવિત્ર ભૂમિ પર આવતા પ્રવાસીઓ જિલ્લાની સ્વચ્છ છબી લઈને જાય તે ઉદ્દેશ્યથી સફાઈ કરવામાં આવી હતી. સર્કિટ હાઉસથી સોમનાથ મંદિર સુધીના રોડ પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતુ.

4 / 6
સર્કિટ હાઉસથી મંદિર રોડ પર સફાઈ કર્મચારીઓએ દરિયાઈ પવનના કારણે  રસ્તા પર આવી ગયેલી રેતી, પ્લાસ્ટિકની કોથળી, લાકડાના ઝીણા ટૂકડાઓ, થર્મોકોલના નકામાં ટૂકડા દૂર કરી રોડનો ચોખ્ખો ચણાક કરવામાં આવ્યો હતો.

5 / 6
કલેક્ટરે રસ્તા પર નડતરરૂપ બાવળ દૂર કરવા, વધી ગયેલી ડાળીઓ કાપવા, પેવર બ્લોકની મરામત તેમજ દૈનિક ધોરણે સફાઈ કામગીરી જાળવવા, કચરો ન કરવા અંગે જાગૃતિ લાવતાં નોટિસબોર્ડ મૂકવા, જ્યાં ત્યાં કચરો ન બાળવા સહિતની સફાઈલક્ષી કામગીરી અંગેની સૂચનાઓ તંત્રના સફાઈ કર્મીઓને આપી હતી.

6 / 6
કલેક્ટર એ સફાઈ અંગે અનુરોધ કરતા જણાવ્યું હતું કે, પ્રભાસતીર્થ એ પવિત્ર ભૂમિ છે. અખૂટ ઉર્જાનો અહેસાસ કરાવતી આ ભૂમિમાં કુદરતી સંપત્તિ એ ઈશ્વરની અમૂલ્ય દેણ છે. તમામ લોકો આ કુદરતી સંપત્તિની જાળવણી કરવામાં તેમજ દૈનિક ધોરણે સ્વચ્છતામાં પોતાનું યોગદાન આપે, જેથી બહારથી આવતા પ્રવાસીઓ પણ ગીર સોમનાથની સારી છાપ લઈને પરત ફરે. Input Credit- Yogesh Joshi- Gir Somnath

Next Photo Gallery