બાપા સિતારામ, CM ભૂપેન્દ્ર પટેલે ગુરુપૂર્ણિમાએ બજંગરદાસ બાપાના ગુરુઆશ્રમ ખાતે કર્યા દર્શન, આશ્રમની વેબસાઇટનું કર્યું લોન્ચિંગ

|

Jul 21, 2024 | 12:33 PM

આજે ગુરુપૂર્ણિમા નિમિત્તે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ ભાવનગરના બગદાણા ખાતે આવેલા બજંગરદાસ બાપાના ગુરુઆશ્રમમાં દર્શન કર્યાં હતા. ભૂપેન્દ્ર પટેલે રાજ્ય અને દેશને ગુરુપૂર્ણિમાનાં પાવન અવસરની શુભેચ્છા પાઠવી હતી.

1 / 6
ગુરુપૂર્ણિમાનાં પાવન અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ભાવનગર જિલ્લાનાં બગદાણા ખાતે આવેલા બજંગરદાસ બાપાના ગુરુઆશ્રમમાં દર્શનાર્થે ઉપસ્થિત રહ્યા હતા. 
જ્યાં ઉપસ્થિત ભાવિકોના માનવ મહેરામણે 'બાપા સીતારામ'નાં નાદ સાથે મુખ્યમંત્રીનું ભાવપૂર્વક સ્વાગત અભિવાદન કર્યુ હતુ.

ગુરુપૂર્ણિમાનાં પાવન અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ભાવનગર જિલ્લાનાં બગદાણા ખાતે આવેલા બજંગરદાસ બાપાના ગુરુઆશ્રમમાં દર્શનાર્થે ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં ઉપસ્થિત ભાવિકોના માનવ મહેરામણે 'બાપા સીતારામ'નાં નાદ સાથે મુખ્યમંત્રીનું ભાવપૂર્વક સ્વાગત અભિવાદન કર્યુ હતુ.

2 / 6
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્ય અને દેશને ગુરુપૂર્ણિમાનાં પાવન અવસરની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, ગુરુપૂર્ણિમાનાં પવિત્ર અવસરે બજરંગદાસ બાપાનાં ચરણોમાં શીશ નમાવવાની તક ખરેખર સૌભાગ્યપૂર્ણ છે.

3 / 6
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુઆશ્રમનાં ટ્રસ્ટીમંડળ સાથે બેઠક કરી હતી. આશ્રમની વેબસાઇટ bagdanatemple.org નું મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ વેબસાઇટ પર ઓનલાઇન દર્શન અને દાન સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

4 / 6
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંત બજરંગદાસ બાપાનાં ગાદીસ્થળ ખાતે નાની બાલિકાઓ સાથે પૂજા-અર્ચન કર્યા હતા અને બાદમાં બજરંગદાસબાપાનાં સમાધિસ્થળનાં દર્શન કર્યા હતા.

5 / 6
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ હતુ કે ગુરુઆશ્રમનાં દર્શન દરમિયાન તેમણે સૌનાં માંગલ્ય માટે પ્રાર્થના કરી છે. તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનાં વિકસિત ગુજરાત અને વિકસિત ભારતનાં સંકલ્પને સાકાર કરવાની દિશામાં આપણે સૌ આગળ વધીએ તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી.

6 / 6
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, બજરંગદાસ બાપાનાં ચરણોમાં શીશ નમાવી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનાં વિકસિત ગુજરાત અને વિકસિત ભારતનાં સંકલ્પને સાકાર કરવાની દિશામાં આપણે સૌ આગળ વધીએ તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી.

Next Photo Gallery