
યામી ગૌતમની પ્રેગ્નેન્સી દરેક લોકો માટે સરપ્રાઈઝ હતી. યામી શૂટિંગ દરમિયાન પ્રેગ્નેન્ટ થઈ હતી. અને તેમણે પોતાની પ્રેગ્નેન્સીમાં કામ કર્યું છે. યામીએ બેબી બોયને જન્મ આપ્યો છે. હાલમાં યામી પોતાના દિકરા સાથે સમય પસાર કરી રહી છે.

ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માના ઘરે આ વર્ષે દીકરાનો જન્મ થયો છે. 15 ફ્રેબુઆરીના રોજ અનુષ્કા શર્માએ પુત્રને જન્મ આપ્યો છે. અનુષ્કા અને વિરાટે દીકરાનું નામ અકાય રાખ્યું છે.

આ વર્ષે યુવિકા ચૌધરી અને પ્રિન્સ નરુલાના ઘરે પણ દીકરીનો જન્મ થયો છે. યુવિકાએ તેની પ્રેગ્નેન્સી દરમિયાન જણાવ્યું હતું કે, તેને પ્રેગ્નેસી કરવામાં ખુબ તકલીફ પડી હતી અને તેણે આઈવીએફની મદદથી બાળકને જન્મ આપ્યો છે. હવે યુવિકા અને પ્રિન્સ બંને તેમની દીકરીના ઉછેરમાં વ્યસ્ત છે અને તેની ઝલક શેર કરતા રહે છે.

12મી ફેલ સ્ટાર વિક્રાંત મેસીના ઘરે 7 ફ્રેબુઆરીના રોજ દીકરાનો જન્મ થયો છે. વિક્રાંત મેસી અને શીતલ ઠાકુરને દીકરાનું નામ વરદાન રાખ્યું છે.

વરુણ ઘવન અને નતાશા દલાલ પણ આ વર્ષ 2024માં દીકરીના પિતા બન્યા છે. વરુણે પોતાની દીકરીનું નામ લારા રાખ્યું છે. હજુ સુધી અભિનેતાએ તેની દીકરીનો ચેહરો ચાહકોને દેખાડ્યો નથી.
Published On - 11:21 am, Wed, 11 December 24